Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહકાર વધુ મજબૂત બનાવવા માટે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકાર અને કિર્ગિસ્તાનના સંસ્કૃતિ, માહિતી અને પ્રવાસન મંત્રાલય વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહકાર વધુ મજબૂત બનાવવા માટે કરેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.
પ્રવાસનના ક્ષેત્રે સમજૂતી કરાર પરના હસ્તાક્ષરને પગલે બંને દેશો પરસ્પર હિતોને ધ્યાનમાં રાખતા બંને દેશોના આર્થિક વિકાસ માટે એકબીજાના દેશમાં પ્રવાસનના વિકાસ અને પ્રોત્સાહન માટે રચનાત્મક સંવાદમાં પ્રવેશ્યા છે. કિર્ગિસ્તાન સરકાર સાથે સમજૂતી કરારને પગલે આ મહત્વપૂર્ણ સ્ત્રોત બજારમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા વધશે.

સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશોમાં આ બાબતો સામેલ છે

ક) પ્રવાસન ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર વધારવો

ખ) પ્રવાસનને લગતી માહિતી અને ડેટાનું આદાન-પ્રદાન કરવું

ગ) હોટેલ્સ અને ટુર ઓપરેટર્સ સહિતના પ્રવાસન ક્ષેત્રના ભાગીદારો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું

ઘ) માનવ સંસાધન વિકાસમાં સહયોગ માટે પરસ્પર આદાન-પ્રદાનના કાર્યક્રમ સ્થાપવા

ચ) પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં રોકાણો કરવા

છ) બંને દેશોમાં પરસ્પર પ્રવાસનને પ્રોત્સાહન માટે ટુર ઓપરેટર્સ, મીડિયા, અભિપ્રાય બાંધવા માટે અગ્રણી ગણાતી વ્યક્તિઓની અરસપરસ દેશોમાં મુલાકાતો ગોઠવવી

જ) પ્રમોશન, માર્કેટિંગ, ફરવા કે જોવાલાયક સ્થળના વિકાસ અને વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં અનુભવોનું આદાન-પ્રદાન કરવું

ઝ) એકબીજાના દેશોમાં પ્રવાસન મેળાઓ, પ્રદર્શનોમાં ભાગ લેવો અને

ટ) સલામત અને ગૌરવભર્યા તેમજ સાતત્યપૂર્ણ પ્રવાસનને પ્રોત્સાહન આપવું

કિર્ગિસ્તાન સીઆઈએસ દેશોનો હિસ્સો છે અને કઝાખસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જેવા દેશો વડે ઘેરાયેલો છે. ભારત અને કિર્ગિસ્તાન મજબૂત રાજદ્વારી અને લાંબા સમયના આર્થિક સંબંધો ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષોમાં કિર્ગિસ્તાનમાંથી ભારત આવનારા પ્રવાસીઓની સંખ્યા આ મુજબ છે :-

2012 2013 2014 2015 2016

1348 2103 2479 2729 2883*

* જાન્યુઆરી – નવેમ્બર 2016

AP/TR/GP