Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું


રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 10,91,146 રેલવે કર્મચારીઓને રૂ. 1865.68 કરોડના 78 દિવસના ઉત્પાદકતા આધારિત બોનસ (PLBProductivity Linked Bonus))  મંજૂરી આપી છે.

યોગ્ય રેલવે કર્મચારીને દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં PLB ચૂકવવામાં આવે છે. વર્ષે પણ, લગભગ 10. 91 લાખ નોનગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલી PLB રકમ ચૂકવવામાં આવી રહી છે. PLB ની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેના પ્રદર્શનમાં સુધારો કરવા માટે કામ કરવા માટે પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે.

દરેક પાત્ર રેલવે કર્મચારી માટે 78 દિવસના વેતન જેટલી PLB ની મહત્તમ ચૂકવવાપાત્ર રકમ રૂ. 17,951/- છે. ઉપરોક્ત રકમ રેલવે સ્ટાફની વિવિધ શ્રેણીઓ, જેમ કે ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપસીસ્ટાફને ચૂકવવામાં આવશે.

વર્ષ 2024-25માં રેલવેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું. રેલવેએ 1614.90 મિલિયન ટનનો રેકોર્ડ કાર્ગો લોડ કર્યો અને લગભગ 7.3 અબજ મુસાફરોનું પરિવહન કર્યું.

 

SM/IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]