Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે વરિષ્ઠ પેન્શન બીમા યોજના, 2003 અને વરિષ્ઠ પેન્શન બીમા યોજના, 2014ને કાર્યોત્તર મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે 14મી જુલાઈ, 2003ના રોજ શરૂ થયેલી વરિષ્ઠ પેન્શન બીમા યોજના(વીપીબીવાય) 2003 તેમજ 14મી ઓગસ્ટ, 2014ના રોજ શરૂ થયેલી વરિષ્ઠ પેન્શન બીમા યોજના (વીપીબીવાય) 2014ને કાર્યોત્તર મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2003-04થી 2014-15ના સમયગાળા દરમિયાન વીપીબીવાય માટે એલઆઈસીને આપેલી સબસીડીની રકમ પર થયેલ ખર્ચને પણ મંજૂરી આપી છે અને વર્ષ 2015-16થી વીપીબીવાય, 2003 અને 2014 પર થયેલા ખર્ચને પણ મંજૂર કર્યો છે.

આ યોજનાઓ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ઑફ ઈન્ડિયા દ્વારા અમલમાં મૂકાઈ છે અને યોજના હેઠળ રોકાયેલા ભંડોળ પર એલઆઈસીએ ખરેખર પ્રાપ્ત કરેલું વળતર અને સરકાર દ્વારા અપાયેલા વળતરના વચન વચ્ચેનો તફાવત એલઆઈસીને સબસીડી તરીકે અપાશે.

બંને પેન્શન યોજનાઓમાં સબસ્ક્રિપ્શનની રકમ પર નિશ્ચિત લઘુતમ વળતરના આધારે સીનિયર સીટીઝનોને ઓછામાં ઓછા પેન્શનની ખાતરી આપવામાં આવી છે. પેન્શનની આ રકમ સબસ્ક્રિપ્શનની તારીખથી મૃત્યુ સુધી ચૂકવાય છે અને સબસ્ક્રાઈબરનું મૃત્યુ થતા વારસદારને સબસ્ક્રિપ્શનની રકમ પરત ચૂકવાય છે.

વીપીબીવાય-2003 અને વીપીબીવાય-2014, બંને યોજનાઓમાં સબસ્ક્રિપ્શન્સ બંધ થઈ ગયા છે. છતાં, જે પોલિસીઓ વેચાઈ ગઈ છે, તેમાં સરકારે આ યોજનાઓ હેઠળ 9 ટકા વળતરની આપેલી ગેરન્ટી મુજબ વળતર ચૂકવાઈ રહ્યા છે. વીપીબીવાય-2014, 14મી ઓગસ્ટ, 2014થી 14મી ઓગસ્ટ, 2015 સુધી ખુલ્લી હતી. 31મી માર્ચ, 2016ના રોજ વીપીબીવાય 2014 હેઠળ વર્ષાસન મેળવનારાઓની કુલ સંખ્યા 3,17,991 હતી. તે જ રીતે, 31મી માર્ચ, 2016ના રોજ વીપીબીવાય 2003 હેઠળ વર્ષાસન મેળવનારાઓની કુલ સંખ્યા 2,84,699 હતી.

TR