પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર સાધવા માટેના એમઓયુ કરાર પર પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે.
આ કરારો વડે બન્ને દેશો વચ્ચે શિક્ષણ, ખેતી, હવામાન આગાહી, દૂરસંચાર, ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા, શહેરી વિકાસ, વહાણવટા રિસોર્સ મેપિંગ, રીમોટ સેન્સીંગ અને આવા અન્ય પરસ્પર નક્કી થયેલા ક્ષેત્રોમાં અવકાશ તકનીકીના અમલીકરણમાં સહકાર વધારવાનો વિચાર કરવામાં આવશે.
આ કરારો બન્ને દેશોને નીચે મુજબ લાભ કરશે:
1. અફઘાનિસ્તાનમાં અવકાશ ક્ષેત્રનો વિકાસ
2. ભારતની એક એવા દેશ તરીકે પ્રતિષ્ઠા વધશે કે જે અવકાશ તકનીકીમાં આગળ છે અને અન્ય દેશોને પણ જે મદદ કરી શકે છે.
3. અફઘાનિસ્તાન અવકાશ ક્ષેત્રમાં આત્મ-નિર્ભર બનવા તરફ આગળ પ્રગતિ કરશે.
4. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિશ્વાસ, પારસ્પરિક સમજણ અને દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવામાં મદદ કરશે.
5. અફઘાનિસ્તાનના વ્યુહાત્મક અવકાશ અને દૂરસંચાર ક્ષેત્રમાં ભારતની ઉપસ્થિતિ પૂરી પાડશે.
વધુમાં,આ કરારો બન્ને દેશોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય કેન્દ્રવર્તી તથા સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં તેમજ અમલીકરણના ક્ષેત્રમાં પણ ઉચ્ચ ગુણવત્તા યુક્ત નોકરીની તકો ઉપલબ્ધ કરાવશે. મોબાઇલ અને ઈન્ટરનેટ આધારિત એપ્લીકેશનો અને વાણિજ્યના યુગમાં વધુ સારા સંદેશાવ્યવહાર તથા ઈન્ટરનેટ કનેક્ટિવિટી અનેક ક્ષેત્રમાં નોકરીની વિપુલ તકોનું નિર્માણ કરશે.
J.Khunt/GP