Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો વધારાનો હપ્તો જાહેર કરવા પર તથા પેન્શનધારકોને મોંઘવારી રાહત 1-1-2016 થી આપવાને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)ના વધારાના હપ્તાને જાહેર કરવા તથા પેન્શન ધારકોને મોંઘવારી રાહત (ડીઆર) 1-1-2016 થી આપવાને મંજૂરી આપી દીધી. આ વધારો ભાવ વધારાને સરભર કરવા માટે મૂળ વેતન/પેન્શનના 119 ટકામાં 6 ટકાનો વધારો દર્શાવે છે.

આનાથી 50 લાખ સરકારી કર્મચારીઓ તેમજ 58 લાખ પેન્શન ધારકોને લાભ થશે. આ વૃદ્ધિ સ્વીકૃત ફોર્મૂલાને અનુરૂપ છે, જે છઠ્ઠા કેન્દ્રીય વેતન આયોગ (સીપીસી)ની અનુસંશાઓ પર આધારીત છે. મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહત બંનેના લીધે નાણા વર્ષ 2016-17 દરમિયાન (જાન્યુઆરી, 2016 થી ફેબ્રુઆરી, 2017 સુધી 14 મહિનાના સમયગાળા માટે) સરકારી તિજોરી પર સંયુક્ત અસર અનુક્રમે 6796.50 કરોડ રૂપિયા વાર્ષિક તેમજ 7929.24 કરોડ રૂપિયા થશે.

AP/J.Khunt/GP