પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા (ડીએ)નો હપ્તો છૂટો કરવાનો તથા પેન્શનરોને તા.1-07-2016થી અમલી બને તે રીતે ભાવ વધારાના વળતર તરીકે બેઝીક પગાર/પેન્શનમાં બે ટકાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારો 7મા સેન્ટ્રલ પે કમિશનની ભલામણો અનુસાર કરવામાં આવ્યો છે.
બંને મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહતને કારણે સરકારની તિજોરી ઉપર વાર્ષિક રૂ. 5622.10 કરોડનો બોજ પડશે અને 2016-17ના 8 માસના ગાળા માટે (એટલે કે જુલાઈ 2016 થી ફેબ્રુઆરી 2017 સુધીના ગાળા માટે આ બોજ રૂ. 3748.06 કરોડ જેટલો રહેશે. અંદાજે 50.68 લાખ સરકારી કર્મચારીઓ અને 54.24 લાખ પેન્શનરોને આ જાહેરાતથી લાભ થશે.
AP/TR