Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેપિટલ ગૂડ્ઝ (ઉત્પાદન સહાયક માલ) ક્ષેત્ર માટે ભારત અને જર્મની વચ્ચે સમજૂતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે મેઇક ઈન ઇન્ડિયા અભિયાનના અમલીકરણ માટે ભારત અને જર્મની વચ્ચે કેપિટલ ગૂડ્ઝ ક્ષેત્ર માટે સમજૂતી કરારને તેમજ યુરોપમાં જર્મનીની ફ્રોનહોફર ગેસેલશાફ્ટ (ફ્રોનહોફર) નામના 65 સંસ્થાઓના અગ્રણી સંગઠનને ઔદ્યોગિક સંશોધન માટે લીલી ઝંડી આપી છે.

ભારત સરકારના ભારે ઉદ્યોગોના વિભાગ તેમજ ફ્રોનહોફર વચ્ચે થયેલી સમજૂતીનો ઉદ્દેશ જાહેર ક્ષેત્રનાં વિવિધ એકમોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો તેમજ કેપિટલ ગૂડ્ઝ સેક્ટરનાં એકમોને ક્ષમતાઓ અને કુશળતા સરળતાથી મળે ઉપરાંત 12મી પંચવર્ષીય યોજના સાથે ટેકનોલોજીના તફાવત સુસંગત બનાવવાનો છે.

ફ્રોનહોફર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે નિર્ધારિત પ્રોજેક્ટોના અમલીકરણ માટે ટેકનોલોજી રિસોર્સ પાર્ટનર (ટેકનોલોજી પૂરી પાડનાર ભાગીદાર) તરીકે રહેશે તેમજ ભારત સરકાર, ઉદ્યોગો અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ ભાગીદારો સાથે પ્રાયોજિત ઔદ્યોગિક સંશોધન અને ટેકનોલોજીના વિકાસ માટે સહકાર અને સહયોગ વધારવા કામ કરશે. તેઓ ભારતના કેપિટલ ગૂડ્ઝ ક્ષેત્રને જરૂરી આધુનિક ઔદ્યોગિક ટેકનોલોજી પૂરી પાડવા સક્ષમ છે.