Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટમાં ભારત અને મોઝામ્બિક વચ્ચે યુવક બાબતોમાં સહયોગ અંગે થયેલા સમજૂતીના કરાર અંગે જાણકારી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની પ્રધાન મંડળની બેઠકમાં તા. 7 જુલાઈ, 2016ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મોઝામ્બિકની મુલાકાત વખતે ભારત અને મોઝામ્બિક વચ્ચે યુવક બાબતોના ક્ષેત્રે સહયોગ અંગે થયેલા સમજૂતીના કરારની જાણકારી આપવામાં આવી હતી.

આ સમજૂતીના કરારથી બન્ને દેશોમાં રમતગમતને પ્રોત્સાહન ઉપરાંત વિચારો, મૂલ્યો અને સાંસ્કૃતિક બાબતોનું આદાન-પ્રદાન થશે અને યુવાનોમાં મૈત્રીપૂર્ણ સંબંધો બંધાશે.

આ કરારથી યુવાનોમાં એક આંતરરાષ્ટ્રિય દ્રષ્ટિકોણ વિકસશે તથા યુવા બાબતો અને રમતગમતના ક્ષેત્રે તેમના જ્ઞાન અને નિપુણતાનું ક્ષેત્ર વિસ્તરશે.