પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કાર્યાન્વયન કરાનારી સમજૂતી (આઇએ) પર હસ્તાક્ષર કરીને ભારતને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી – મહાસાગર ઉર્જા પ્રણાલી (આઇઇએ – ઓઇએસ)નો એક સભ્ય દેશ બનાવવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે. સભ્યતા માટે પ્રમુખ એજન્સી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના આધીનસ્થ પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન સંગઠન – રાષ્ટ્રીય મહાસાગર ટેક્નોલોજી સંસ્થાન (ઇએસએસઓ- એનઆઇઓટી) થશે.
આઇઇએ – ઓઇએસનું એક સભ્ય બનવાથી ભારતની પહોંચ દુનિયાભરની ઉન્નત અનુસંધાન અને વિકાસ (આરએન્ડડી) ટીમો તથા ટેકનીક સુધી થઇ જશે. ભારત અને અન્ય દેશોની સાથે મળીને પરીક્ષણ પ્રોટોકોલને વિકસીત કરવામાં ભાગીદાર બનશે. એનાથી આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો અને નિયમો અનુસાર ભારતીય પ્રારુપોના પરીક્ષણમાં મદદ મળશે. એના ઉપરાંત સભ્ય દેશોની સંસ્થાઓ સાથે મળીને સંયુક્ત સહકારી કાર્યક્રમ શરૂ કરી શકાશે. એ જ રીતે અન્ય દેશોની સાથે મળીને વિશેષ લક્ષ્યોવાળી ભારતની પોતાની અનુસંધાન પરિયોજનાઓ પર કામ શરૂ કરી શકાશે.
પૃષ્ઠભૂમિ :
ભારતની લાંબી તટરેખા અને દેશમાં વિજળીની ભારે કમીને ધ્યાનમાં રાખતા મહાસાગર નવીનીકરણીય ઉર્જાનું અધ્યયન કરવું જરૂરી થઇ ગયું છે. સમુદ્રના પ્રકોપને જોતા મહાસાગર ઉર્જાની જાળવણી કરવી એક પડકાર છે. ભારતીય સંદર્ભમાં સંવર્ધિત મહાસાગર ઉર્જા ઉપકરણો (લહેરો, ધારાઓ અને જ્વાર સહિત)ની ડિઝાનીંગ કરવી અને તેના ટેક્નિક તથા વાણિજ્યિક લાભ પર ધ્યાન રાખવું જરૂરી છે. ઉષ્ણકટિબંધીય દેશોમાં સમુદ્રી સપાટીનું તાપમાન અપેક્ષાકૃત ઉંચું હોય છે. અંત : એને ધ્યાનમાં રાખતા મહાસાગર તાપીય ઉર્જા રૂપાંતરણ (ઓટીઇસી) ભારત જેવા દેશો માટે એક ઘણો સારો વિકલ્પ છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને આધિન એક સ્વાયત અનુસંધાન સંસ્થાન ‘એનઆઇઓટી’ સમુદ્રી ઉર્જા તથા અલવણીકરણના ક્ષેત્રમાં કાર્યરત છે.
UM/AP/J.KHUNT/GP