Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે આંતરરાષ્ટ્રીય મહાદ્વીપીય વૈજ્ઞાનિક ડ્રિલિંગ કાર્યક્રમમાં ભારતના સભ્યપદને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટે હેલ્મહોલ્જ સેન્ટર પોટ્સડેમ જીએલઝેડ જર્મન ભૂસ્તરશાસ્ત્ર સંશોધન કેન્દ્ર સાથે એક સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવા દ્વારા આંતરરાષ્ટ્રીય મહાદ્વીપીય વૈજ્ઞાનિક ડ્રિલિંગ કાર્યક્રમ (આઈસીડીપી) સંઘમાં ભારતના સભ્યપદને સ્વીકૃતિ આપી દીધી છે. આ જર્મનીના બ્રાન્ડેનબર્ગની સરકારના ભંડોળ દ્વારા ચાલતી એક જાહેર કાયદા સંસ્થા છે.

આઈસીડીપી સાથે સભ્યપદની પાંચ વર્ષની અવધિ માટે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવાથી, ભારત કોયના ક્ષેત્રથી સંબંધિત દેખરેખ અને ઊંડા ખોદાણના સંદર્ભે વૈજ્ઞાનિક ખોદાણના જુદા જુદા પાસાઓ વિશે ગહન કુશળતા સાથે આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતિ પ્રાપ્ત તજજ્ઞો સાથે મળીને કાર્ય કરવામાં સક્ષમ બની જશે. સભ્યપદ સમજૂતિના એક અંગ તરીકે ભારત બે આઈડીસીપી પેનલો – કાર્યકારી સમિતિ (ઈસી) અને એસેમ્બલી ઑફ ગવર્નન્સ (એઓજી) માં એક સીટ મેળવશે. આ ઉપરાંત, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલ કોયના વૈજ્ઞાનિક ઊંડા ખોદાણ પરિયોજના માટે કાર્યશાળાઓમાં મદદ, ડેટા મેનેજમેન્ટ અને સેમ્પલ જેવા મુખ્ય વૈજ્ઞાનિક ક્ષેત્રમાં માનવ શ્રમ પરીક્ષણના સંદર્ભે આઈસીડીપી કુશળતા નિર્માણ સંવર્ધન ઉપરાંત સંચાલન અને ટેકનિકલ સહયોગ પુરો પાડશે.

આઈસીડીપીના સભ્ય તરીકે ભારત વૈજ્ઞાનિકો/એન્જિનિયરોને આઈસીડીપીની તમામ સહ –ભંડોળથી ચાલતી કાર્યશાળાઓમાં ખોદાણ પરિયોજનામાં ભાગીદારી માટેના પોતાના પ્રસ્તાવ દાખલ કરવાનો અધિકાર રહેશે અને તેઓ આઈસીડીપી પરિયોજનાથી મળનાર તમામ ડેટાના પરિણામો પ્રાપ્ત કરી શકશે. આનાથી ભૂકંપીય અને ભૂકંપ પ્રક્રિયાઓ માટે અદ્યતન સમજના સ્તરે કાર્ય કરી શકાશે.

AP/J.Khunt/GP