Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર્સ (આઈએઆઈએસ)ના કરારમાં આઈઆરડીએઆઈના પ્રવેશને મંજૂરી આપી, બહુપક્ષિય સમજૂતી કરાર (એમએમઓયુ) કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટે ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર (આઈએઆઈએસ), બહુપક્ષિય સમજૂતી કરાર (એમએમઓયુ) માં હસ્તાક્ષરની સત્તા માટે મંજૂરી આપી હતી.

ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર્સ એ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર્સ વચ્ચે સહકાર અને માહિતીની આપ-લે માટેનું વૈશ્વિક માળખું છે. ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર (આઈએઆઈએસ), બહુપક્ષિય સમજૂતી કરાર (એમએમઓયુ) એ માહિતીની આપ-લેના ક્ષેત્રમાં પોતાના સહકાર માટેનો ઇરાદો પુરવાર કરે છે અને સાથે સાથે માહિતીની વિનંતીની એક પ્રક્રિયા છે. આર્થિક બજારમાં એકીકરણના થઈ રહેલા વધારા અને આંતરરાષ્ટ્રીય રીતે સક્રિય એવી વીમા કંપનીમાં વધારો થઈ રહ્યો હોવાને કારણે વીમા ઉદ્યોગમાં સુપરવાઇઝર્સ વચ્ચે પરસ્પર સહકાર અને માહિતીના આદાનપ્રદાનની જરૂરિયાત પણ વધી છે. આ પૃષ્ટભૂમિમાં આઈઆરડીએઆઈ હવે ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઇન્સ્યુરન્સ સુપરવાઇઝર્સ, બહુપક્ષિય એમઓયુમાં એક સત્તાવાર સદસ્ય બન્યું છે. દ્વિપક્ષિય સમજૂતીના અભાવમાં જ્યારે સરહદ પારના મુદ્દા ઉપસ્થિત થશે ત્યારે ઇન્સ્યુરન્સ કંપનીના સુપરવિઝનને લગતી સત્તાવાર હસ્તાક્ષરની બાબતોમાં સહકાર અને માહિતીની આપ-લેમાં આઈએઆઈએસ, એમએમઓયુ એક આધાર પૂરો પાડશે. આઈએઆઈએસ, એમએમઓયુ નો વ્યાપ હાલના કરારની સરખામણીએ ઘણો વધારે રહેશે અને સાથે સાથે આર્થિક ત્રાસવાદ (સીએફટી) તથા એન્ટિ મની લોન્ડરિંગ (એએમએલ) હેઠળ અન્ય વીમા મધ્યસ્થી કંપનીઓને પણ સુપરવિઝન પૂરું પાડશે.

TR