Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે એપીટીએની વાટાઘાટના ચોથા રાઉન્ડ હેઠળ ટેરિફ કન્સેશન્સ એક્સચેન્જને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ વાટાઘાટના ચોથા તબક્કા અંતર્ગત પ્રેફરન્સના માર્જિનના આધારે ટેરિફ કન્સેશનના એક્સચેન્જ અને અન્ય સુધારા પર મંજૂરી આપી છે. એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ કે એપીટીએ (અગાઉ બેંગકોક સમજૂતી તરીકે જાણીતી હતી) એશિયા અને પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પંચ (યુએન ઇએસસીએપી) હેઠળ એશિયા પેસિફિક વિસ્તારના સભ્યો વિકાસશીલ દેશો વચ્ચે ટેરિફ કન્સેશન મારફતે વેપારના વિસ્તરણ માટે હાથ ધરવામાં આવેલી પહેલ છે. એપીટીએમાં અત્યારે છ દેશો સામેલ છે કે સહભાગી દેશો (પીએસ) છે, જેમના નામ બાંગ્લાદેશ, ચીન, ભારત, લાઓ પીડીઆર, ગણતાંત્રિક કોરિયા અને શ્રીલંકા છે.

આ પ્રેફરેન્શિયલ વેપારી સમજૂતી હોવાથી વેપારી વાટાઘાટના તબક્કાઓ દરમિયાન ચીજવસ્તુઓ અને ટેરિફ કન્સેશન્સની મર્યાદા વધારવામાં આવી છે, જે સમયેસમયે લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી વેપારી વાટાઘાટના ત્રણ તબક્કા યોજાયા છે. ત્રીજા રાઉન્ડ સુધી ભારતે 23.9 ટકાના સરેરાશ માર્જિન ઓફ પ્રેફરન્સ (એમઓપી)માં 570 ટેરફ લાઇન પર ટેરિફ પ્રેફરન્સ ઓફર થયા છે અને 6-ડિજિટ એચએસ સ્તર પર 39.7 ટકાના સરેરાશ એમઓપી પર એલડીસી સભ્યોને વધારાની 48 ટેરિફ લાઇન ઓફર થઈ છે. તમામ સહભાગી દેશોના સંબંધમાં ત્રીજો રાઉન્ડ 27.2 ટકાના એમઓપી સાથે 4,270 ઉત્પાદનો પર કુલ કન્સેશન આવરી લે છે.

મંત્રીમંડળે ભારતની ડ્યુટિએબલ રાષ્ટ્રીય ટેરિફ લાઇન (એટલે કે 8-ડિજિટમાં એચએસ2012માં 3142 લાઇન)ના 28.01 ટકાની ઓફરને 33.45 ટકાના એમઓપી સાથે મંજૂરી આપી હતી. તેનાથી આ સમજૂતી અંતર્ગત ઓફર થતું કન્સેશન વધશે. એપીટીએની પ્રસ્તાવનામાં સુધારાને પણ મંજૂરી મળી છે, જેથી 7મા એપીટીએના સહભાગી દેશ તરીકે મોંગોલિયાને સમાવી શકાય. અન્ય સુધારાઓમાં સમજૂતીના મૂળ ક્ષેત્રીય નિયમોને સમાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

એપીટીએની મંત્રીમંડળીય પરિષદનું ચોથું સત્ર ટૂંક સમયમાં યોજાશે, જેમાં ઉપરોક્ત તમામ નિર્ણયોનો ઔપચારિક અમલ થશે.

TR