પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2039-40 સુધી રૂ. 10,000 કરોડના બજેટરી વિતરણ સાથે ‘કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ‘ (CMPS) ને મંજૂરી આપી છે. આ યોજના ભારતમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કન્ટેનર ઉત્પાદન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય-ચેઈન સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા પર ભાર મૂકે છે. આ યોજના નવી ઉત્પાદન સુવિધાઓ તેમજ હાલના કન્ટેનર ઉત્પાદન એકમોના વિસ્તરણને ટેકો આપવાનો હેતુ ધરાવે છે.
કન્ટેનર ઉત્પાદન માટેની યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2026-27 માં કરવામાં આવી હતી.
આ યોજનાના મુખ્ય ઘટકો નીચે મુજબ છે:
પરિકલ્પના કરાયેલ એકંદર પ્રભાવ:
· વાર્ષિક સ્થાનિક કન્ટેનર ઉત્પાદન ક્ષમતામાં આશરે દસ ગણો વધારો કરીને 7.5 લાખ TEUs સુધી પહોંચાડવી.
· ગુણવત્તાયુક્ત શિપિંગ કન્ટેનર માટે ભારતને વૈશ્વિક નિકાસ હબ તરીકે સ્થાપિત કરવાની ક્ષમતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન આધાર ઊભો કરવો.
· ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવી.
· કોર્નર કાસ્ટિંગ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્ટીલ, વુડન ફ્રેમ્સ અને પેઇન્ટ્સ જેવા સહાયક ઉદ્યોગોને ટેકો આપવાની સાથે અંદાજે 3,000 પ્રત્યક્ષ નોકરીઓ અને 50,000 થી વધુ પરોક્ષ નોકરીઓનું સર્જન કરવું.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]