પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન ધારકોની મોંઘવારી રાહતની વધારાની રકમ છૂટી કરવાની મંજુરી આપી દીધી છે. જે 01.01.2018 થી લાગુ પડશે. ભાવ વધારાને પહોંચી વળવા માટે બેઝીક પે/પેન્શનના વર્તમાન 5%ના દર પર 2%નો વધારો કરવામાં આવ્યો છે.
આનાથી કેન્દ્ર સરકારના અંદાજે 48.41 લાખ કર્મચારીઓ અને 61.17 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે.
મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના કારણે સરકારી તિજોરી ઉપર પડનાર સંયુક્ત અસર નાણાકીય વર્ષ 2018-19માં વાર્ષિક 6077.72 કરોડ રૂપિયા અને 7090.68 કરોડ રૂપિયા હશે. (જાન્યુઆરી 2018થી લઈને ફેબ્રુઆરી 2019 સુધીના 14 મહિનાના સમયગાળા દરમિયાન)
આ વધારો સ્વીકારવામાં આવેલ ફોર્મ્યુલા કે જે 7માં કેન્દ્રીય પગાર પંચની ભલામણો ઉપર આધારિત છે તેના આધારે કરવામાં આવ્યો છે.
J.Khunt/GP