પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાંડ સંબંધિત 27.10.2016ના વર્તમાન કેન્દ્રીય હુકમની માન્યતામાં છ મહિનાનો વધારો કરી તેને 29.04.2017 થી 28.10.2017 સુધી વધારવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકારોને જયારે જરૂરીયાત જણાય ત્યારે કેન્દ્ર સરકારની પ્રાથમિક મંજૂરી બાદ તેમને ખાંડ સંબંધે તેના જથ્થાની મર્યાદા/પરવાનગી જરૂરિયાતો અંગે અંકુશ હુકમ જાહેર કરવા માટે સક્ષમ બનાવવાનો છે. તેનાથી જાહેર જનતાને સસ્તા ભાવે આ ચીજવસ્તુ પૂરી પાડવાના તથા સંગ્રહખોરી અને નફાખોરીના વલણને અંકુશમાં લાવવાના ચાલી રહેલા પ્રયત્નોમાં મદદ મળશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
વર્તમાન નિર્ણય અંગે સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના તરફથી આગળની કાર્યવાહી કરી શકે તે અંગે સૂચિત કરવામાં આવશે.
પશ્ચાદભૂમિકા
કેબિનેટે 27.10.2016ના રોજ મળેલી તેની બેઠકમાં છ મહિના માટે ખાંડ સંબંધે રાજ્યોને જથ્થો પૂરો પાડવા, તેની વહેંચણી, વ્યાપાર, ઉત્પાદન, જથ્થો, સંગ્રહ, ખરીદી અને હેરફેર વગેરે માટે સક્ષમ બનાવવાનો નિર્ણય લીધો હતો. તે અનુસાર, ખાંડ ઉપર 28.04.2017 સુધી વહીવટી વિભાગો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જી.એસ.આર. 929(E) તરીકે નક્કી થયેલા સ્પેસીફાઈડ ફૂડસ્ટફ ઓર્ડર, 2016 તારીખ 29.09.2016 અનુસાર પરવાનગી જરૂરિયાતોને દૂર કરવી, જથ્થા મર્યાદા અને હેરફેર મર્યાદામાં સુધારો કરીને તેમને જથ્થા મર્યાદા નક્કી કરવામાં સક્ષમ બનાવવા માટે એસ.ઓ. 3341(E) તારીખ 27.10.2016 જાહેર કરવામાં આવ્યો હતો.
અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા ફેક્ટરી ગેટ પાસે તેમજ સ્થાનિક બજારોમાં ખાંડના ભાવ ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. સપ્ટેમ્બર 2016માં એ બાબત ધ્યાન પર આવી હતી કે છૂટક ભાવમાં અચાનક તેજી આવી હતી. ભાવવધારો એ વાસ્તવિક તંગીની સરખામણીએ ભાવાત્મક વધારે હતો. ખાંડના જથ્થાને નિયંત્રિત કરવા અને અંદાજીત ભાવની સમસ્યાને પહોંચી વળવા માટે જરૂરિયાત આધારિત યોગ્ય જથ્થા મર્યાદા નક્કી કરવી જરૂરી હતી. વધુમાં, વર્તમાન વર્ષમાં ઉપયોગ માટેના જથ્થાની પુરતી ઉપલબ્ધતા છતાં, પાછલા વર્ષમાં થયેલા ઓછા ઉત્પાદનને કારણે સંગ્રહખોરી અને નફાખોરી અંદાજવામાં આવી છે અને આથી જથ્થા મર્યાદામાં વધુ વૃદ્ધિ કરવાની જરૂર છે.
ખાંડ ક્ષેત્રને સહાય કરવા માટે, સરકારે તાજેતરમાં જ એવા ઉદ્યોગો કે જેઓ ખાંડ મિલ તરફથી બેંકો દ્વારા 32 લાખ ખેડૂતોને સીધા તેમના ખાતામાં પૈસા જમા કરાવી લાભાન્વિત કરે છે તેમને અપાતી સોફ્ટ લોન સહાયમાં 4305 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. પ્રદર્શન આધારિત સબસીડી કે જે ખાંડ મિલ તરફથી સીધા ખેડૂતોના ખાતામાં જમા થતી હતી તેમાં પણ શેરડીના ભૂકામાં પ્રતિ ક્વિન્ટલ 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સ્થાનિક ભાવોને સસ્તા દરે જાળવી રાખવા માટે સરકારે મિલમાલિકો તથા રીફાઇનરો દ્વારા તેમની પોતાની રીફાઇનીંગ ક્ષમતા અનુસાર 5 લાખ એમટી કાચી ખાંડના મર્યાદિત જથ્થાને ઝીરો શુલ્ક પર આયાત કરવાની મંજૂરી આપી છે. આ મર્યાદિત જથ્થો ખાંડ ઉદ્યોગને તેની પ્રવાહિતા જાળવી રાખવામાં મદદ કરશે અને ખેડૂતોના શેરડીના દેવાને ભરપાઈ કરવામાં સક્ષમ બનાવશે.
AP/J.Khunt/TR/GP