Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે જમ્મુ ક્ષેત્રના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદથી પ્રભાવિત પ્રવાસીઓને કાશ્મીરી વિસ્થાપિતોને સમાન રાહત ઉપલબ્ધ કરાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટે આજે જમ્મુ ક્ષેત્રના પર્વતીય વિસ્તારોના આતંકવાદથી પ્રભાવિત પ્રવાસીઓને કાશ્મીરી વિસ્થાપિતોને સમાન રાહત ઉપલબ્ધ કરાવવા માટેની મંજૂરી આપી છે. દરવર્ષે તેનો કુલ અનુમાનિત ખર્ચ 13.45 કરોડ રુપિયા થશે.

વિશેષ રૂપથી પોતાના આરંભિક તબક્કામાં (1990ના દશક), આતંકવાદી હિંસા / જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે કાશ્મીર ખીણમાં મોટા પાયે લોકોને ખીણથી પલાયન થવા અંગે મજબૂર કરી દીધા હતા. ખીણ છોડનારા પરિવારો ઉપરાંત અનેક પરિવાર જમ્મુ ક્ષેત્રના વિભિન્ન પર્વતીય ક્ષેત્રોથી સુરક્ષા કારણોને કારણે નજીકના શહેરોમાં સુરક્ષિત સ્થાને જતા રહ્યાં હતાં. વર્તમાન સમયમાં લગભગ 1054 જમ્મુ પ્રવાસી પરિવાર રજીસ્ટર થયેલા છે.

હાલમાં જમ્મુ-કાશ્મીરની રાજ્ય સરકાર 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ રોકડ રાહત આપી રહી છે (વધુમાં વધુ 1600 રૂપિયા પ્રત્યેક મહિને પ્રતિ પરિવાર), પશુદીઠ 300 રૂપિયાની રોકડ સહાય, જમ્મુના પહાડી ક્ષેત્રોના પ્રવાસીઓ માટે ચારાની ખરીદી અને સીધુ રાશન (9 કિલો લોટ, બે કિલો ચોખા પ્રતિ મહિને વ્યક્તિદીઠ અને પરિવારદીઠ પ્રત્યેક મહિને 10 લીટર કેરોસીન) આપવામાં આવે છે. નવા પ્રસ્તાવથી જમ્મુના પહાડી ક્ષેત્રના વિસ્થાપિતોને આપવામાં આવી રહેલી રાહતમાં કાશ્મીરી વિસ્થાપિતો જેટલી જ વૃદ્ધિ થશે જે પ્રતિ વ્યક્તિ 2500 રૂપિયા રોકડ દર મહિને હશે. (વધુમાં વધુ 10000 રૂપિયા દર મહિને પરિવારદીઠ) એની સાથે રાશન અને ચારામાં પણ સહાયતા પૂરી પાડવામાં આવશે.

આ સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચની પ્રતિપૂર્તિ હવે ભારત સરકાર દ્વારા કરવામાં આવશે.

J.Khunt/PIB Ahmedabad