પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે જૈવિક બળતણ પરની રાષ્ટ્રીય નીતિ 2018ને મંજુરી આપી દીધી છે.
મુખ્ય વિશેષતાઓ:
iii. ખેડૂતોને તેમના ફાજલ ઉત્પાદન તબક્કા દરમિયાન તેમના પાક માટે યોગ્ય કિંમત ન મળવાનું જોખમ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નીતિએ નેશનલ બાયોફયુલ કોઓર્ડીનેશન કમિટીની મંજુરી સાથે પેટ્રોલમાં ભેળવવા માટે ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે વધારાના ખાદ્યાન્નનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
અપેક્ષિત લાભ:
પૂર્વભૂમિકા:
દેશમાં જૈવિક બળતણને પ્રોત્સાહન આપવા માટે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2009 દરમિયાન એક રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે છેલ્લા એક દાયકામાં જૈવિક બળતણે લોકોનું ધ્યાન આકર્ષ્યું છે અને જૈવિક બળતણના ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસ સાથે તાલ મિલાવીને ચાલવું પણ જરૂરી બન્યું છે. ભારતમાં જૈવિક બળતણનું વ્યુહાત્મક મહત્વ છે કારણ કે તે સરકારની વર્તમાન પહેલો જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, કૌશલ્ય વિકાસ જેવી સરકારની પહેલો સાથે પણ સુસંગત છે અને તે ખેડૂતોની આવક બમણી કરવી, આયાત ઘટાડવી, રોજગાર નિર્માણ, કચરામાંથી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરવું વગેરે જેવા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પુરા કરવાની શ્રેષ્ઠ તક પણ પૂરી પાડે છે. ભારતમાં જૈવિક બળતણ કાર્યક્રમને જૈવિક બળતણના ઉત્પાદન માટે સ્થાનિક કાચા માલની સંતુલિત અને જથ્થાની બિન ઉપલબ્ધતાએ પણ મોટા પ્રમાણમાં અસર પહોંચાડી છે અને આ મુદ્દાને સ્પર્શ કરવાની જરૂર છે.
NP/J.Khunt/GP/RP