પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે ડેન્ટિસ્ટ (સુધારા) ખરડો2017ની રજૂઆતને સંસદમાં ડ્રાફ્ટિંગ કે બંધારણીય સુધારાની શરતે મંજૂરી આપી હતી. આ ખરડામાં ડેન્ટિસ્ટ એક્ટ, 1948 (1948ના 16 પૈકીના)માં ધારાસભા વિભાગ દ્વારા જરૂરી ફેરફાર કરવાની મંજૂરી આપી છે. આ સુધારાથી બિનજરૂરી કે વધારાની બાબતોને ઘટાડી શકાશે.
એવી કલમોમાં પણ સુધારો કરાશે જેમાં ડેન્ટિસ્ટ એક્ટ, 1948ની કેટલીક સુધારા જોગવાઈઓનો પણ સમાવેશ થતો હતો. જેવી કે..
1. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સેક્શન 3ની કલમ (એફ) હેઠળ સદસ્યતા અને
2. રાજ્ય અને સંયુક્ત રાજ્ય ડેન્ટલ કાઉન્સિલની સેક્શન 21ની કલમ (બી) અને સેક્શન 23ની કલબ(બી)ની જોગવાઈઓ હેઠળ સદસ્યતા.
પૂર્વાર્ધ ઃ
વર્તમાન કાયદા મુજબ ભાગ બી માં નોંધાયેલા ડેન્ટિસ્ટના પ્રતિનિધી ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધી તરીકે નોંધાયેલા હોવા જરૂરી છે અને પાર્ટ બીના 4/2 સદસ્ય રાજ્ય/સંયુક્ત રાજ્ય ડેન્ટલ કાઉન્સિલમાં ચૂંટાયેલા હોવા જરૂરી છે. જોકે તેનુ મહત્વ રહ્યું નથી. પ્રતિનિધિત્વની જોગવાઈમાં બિનજરૂરી કે વધારાની બાબતો ઘટાડવાની બાબતને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે એ જોગવાઈઓ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમનું પ્રતિનિધિત્વ હવે ફરજિયાત રહ્યું નથી.