Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે તિરુપતિ (એપી), પલક્કડ (કેરળ), ધારવાડ (કર્ણાટક), ભિલાઇ (છત્તીસગઢ), ગોવા, જમ્મુ (જમ્મુ કાશ્મીર)માં છ નવા આઇઆઇટીના સમાવેશ માટે ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961માં સંશોધન તથા ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961 અંતર્ગત આઇએસએમ, ધનબાદને આઇઆઇટીમાં રૂપાંતરિત કરવા માટે પૂર્વવ્યાપી મંજૂરી આપી


કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તિરૂપતિ (એપી), પલક્કડ (કેરળ), ધારવાડ (કર્ણાટક), ભિલાઇ (છત્તીસગઢ), ગોવા, જમ્મુ (જમ્મુ કાશ્મીર)માં છ નવા આઇઆઇટીના સમાવેશ માટે ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961માં સંશોધન તથા ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961 અંતર્ગત આઇએસએમ, ધનબાદને આઇઆઇટીમાં રૂપાંતરિત કરવા માટે પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.

આ મંજૂરીથી ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961 અંતર્ગત ટેકનિકલ છ નવા ભારતીય સંસ્થાનોને સામેલ કરવામાં આવશે અને તેમને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આઇએસએમ, ધનબાદનું રૂપાંતરણ કરીને આઇઆઇટી બનાવવાને પણ મંજૂરી આપીને ટેકનિકલ સંસ્થાન અધિનિયમ, 1961ના વિસ્તારમાં લાવવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય મહત્વની એક સંસ્થાના રૂપમાં જાહેર કરવામાં આવી છે.

J.Khunt