Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં તકનીકી સહાય અંગે ભારત અને ફ્રાંસ વચ્ચેના એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં તકનીકી સહાય કાર્યક્રમ લાગુ કરવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) અને તેના ફ્રેંચ સાથી સિવિલ એવિએશન ઓથોરીટી (ડીજીએસી), ફ્રાંસ વચ્ચેના સમજુતી કરારોને મંજૂરી આપી.

આ તકનીકી સહકાર કાર્યક્રમ એએઆઈના કર્મચારીઓના કૌશલ્ય અને નિપુણતા વધારવા માટે સહાયરૂપ બનશે. આ કરાર એન્જીયરો, ટેકનીશીયનો અને મેનેજરોને તાલીમ આપવા માટે મદદરૂપ થશે.

AP/J.Khunt/GP