પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડિસેમ્બર 2015માં પેરિસમાં આયોજીત પક્ષોના ૨૧માં સંમેલનમાં સ્વીકારાયેલ પેરિસ સમજૂતિ પર હસ્તાક્ષરને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન(સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી શ્રી પ્રકાશ જાવડેકર 22 એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ શ્રી બાન કી મૂન દ્વારા બોલાવેલ એક ઉચ્ચસ્તરીય હસ્તાક્ષર સમારંભમાં ભારત તરફથી આ સમજૂતિ પર હસ્તાક્ષર કરશે.
જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતિ વૈશ્વિક જળવાયુ સહયોગમાં એક સીમાચિન્હરૂપ છે. આ સંમેલનના અમલીકરણને આગળ વધારવા તથા સરખી અને સંયુક્ત પરંતુ અલગ અલગ જવાબદારીઓ અને સંબંધિત પોતપોતાની ક્ષમતાઓના સિદ્ધાંતોની જુદી જુદી રાષ્ટ્રીય પરિસ્થિતિઓના પ્રકાશમાં ઓળખવાનું કાર્ય કરે છે.
પેરિસ સમજૂતિની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે.
A. પેરિસ સમજૂતિ વિકાસશીલ દેશોની વિકાસની અનિવાર્યતાઓનો સ્વીકાર કરે છે. આ સમજૂતિ વિકાસ માટે વિકાસશીલ દેશોના વિકાસના અધિકારો તથા પર્યાવરણની સાથે વિકાસને માન્યતા આપે છે.
B. પેરિસ સમજૂતિ સ્થાયી જીવનશૈલી અને વિકસીત દેશો સાથે વપરાશ સાથે સતત પ્રણાલીના મહત્વને ઓળખે છે અને પોતાની પ્રસ્તાવનામાં જળવાયુ ન્યાયના મહત્વને માને છે.
C. આ સમજૂતિ સંમેલનના અમલીકરણની ખાતરી કરે છે પરંતુ અલગ અલગ જવાબદારીઓ અને ક્ષમતાના સિદ્ધાંતોને દર્શાવે છે.
D. આ સમજૂતિનો હેતુ એ ખાતરી કરે છે કે આ શમન કેન્દ્રિત નથી અને તેમાં અન્ય મહત્વપૂર્ણ તત્વ જેમ કે યોગ્યતા, નુકસાન અને ક્ષતિ, નાણા, ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને પારદર્શકતા તથા સહકાર સામેલ છે.
E. 2020થી પહેલાં કાર્યવાહી પણ નિર્ણયનો એક ભાગ છે. વિકસિત દેશો વાળા પક્ષોએ એક તરફ રોડમેપ સાથે પોતાની નાણાકીય સહાયતાના સ્તરને વધારવાની રજુઆત કરી છે, જેથી તેમને 2020 સુધી સભા અને અનુકૂલન માટે સતત વધી રહેલા અનુકૂલન નાણા દ્વારા હાલના સ્તરને વધારવા માટે 100 મિલિયન અમેરિકન ડોલર સંયુક્ત રીતે ભેગા કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.
ભારતે સંમેલન દરમિયાન સિદ્ધાંતો અને જોગવાઈઓના આધારે એક મજબૂત અને ટકાઉ જળવાયુ સમજૂતિની રજૂઆત કરી હતી. પેરિસ સમજૂતિ ભારતની તમામ મહત્વપૂર્ણ ચિંતાઓ અને આશાઓનો ઉકેલ કરે છે.
J.Khunt