Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે પેરુ સાથે ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટોને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે આજે પેરુ સાથે માલસામાન અને સેવાઓમાં વેપાર અને રોકાણ અંગેના ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાટાઘાટો હાથ ધરવા મંજૂરી આપી હતી.

15મી જાન્યુઆરી, 2015ના રોજ પેરુ સાથે વેપાર સમજૂતી કરવાની સંભાવનાઓ તપાસવા માટે ભારત અને પેરુ વચ્ચે જોઈન્ટ સ્ટડી ગ્રુપ (જેએસજી)ની રચના કરવામાં આવી હતી. બંને દેશોએ 20મી ઓક્ટોબર, 2016ના રોજ જોઈન્ટ સ્ટડી ગ્રુપ રિપોર્ટ સંપન્ન કર્યો હતો અને માલસામાન અને સેવાઓમાં વેપાર તેમજ રોકાણ અંગે ચર્ચાઓ આગળ ધપાવવા સહમતિ સાધી હતી.

પશ્ચાદ્ભૂમિકાઃ

વર્ષ 2015-16માં ભારત, લેટિન અમેરિકા અને કેરેબિયન (એલએસી) પ્રદેશમાં પેરુને નિકાસો કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે. પેરુ સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2005-06માં 107.32 મિલિયન અમેરિકન ડોલર હતો, જે વર્ષ 2015-16માં 1319.45 ટકા વધ્યો છે. વર્ષ 2015-16માં દ્વિપક્ષીય વેપાર, 703.12 મિલિયન અમેરિકન ડોલરની નિકાસો અને 820.22 મિલિયન અમેરિકન ડોલરની આયાતો સાથે 1523.35 મિલિયન અમેરિકન ડોલર નોંધાયો છે.

ભારત, પેરુ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પેરુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સહકાર આપે છે અને ટ્રેડ એગ્રીમેન્ટને પગલે બંને વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધુ વિસ્તરશે. ભારત અને પેરુના સંબંધોમાં ટ્રેડ એગ્રીમેન્ટ મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે તેમજ ભારત અને એલએસી દેશો વચ્ચેના પરંપરાગત ભાઈચારાના સંબંધો વધુ સુદ્રઢ બનશે.

TR