પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગને વધુ મજબુત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ)ને મંજુરી આપી દીધી છે. 1લી ઓક્ટોબર 2018ના રોજ ઉઝબેકિસ્તાન તરફથી વીઆઈપી મુલાકાત દરમિયાન આ એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે.
ફાયદાઓ
પ્રવાસનના ક્ષેત્રમાં એમઓયુ ઉપર કરવામાં આવનાર હસ્તાક્ષર એ બંને દેશોને પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સંસ્થાગત તંત્રનું નિર્માણ કરવામાં સહાયભૂત બનશે. તે ઉઝબેકિસ્તાન તરફથી દેશમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં પણ સહાય કરશે. આખરે તે આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણમાં પરિણમશે. આ એમઓયુ બૃહદ માળખાની અંદર અને સહયોગના ક્ષેત્રમાં તમામ સ્ટેક હિતધારકોના પારસ્પરિક હિત માટે અને લાંબાગાળાના પ્રવાસન સહયોગ માટે અનુકુળ પરિસ્થિતિનું પણ નિર્માણ કરશે. આ ઉપરાંત, આ એમએયુ તેમાં નક્કી કરવામાં આવેલા ઉદ્દેશોને પૂરા કરવા ટેના જરૂરી પગલાંઓનું અમલીકરણ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓને શોધી કાઢવામાં પણ મદદરૂપ બનશે.
NP/J.Khunt/GP/RP