પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે તેલ સંગ્રહ અને વ્યવસ્થાપન માટે ભારતીય સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રીઝર્વ લિમીટેડ (ISPRL) તથા યુએઈની અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) વચ્ચેના નિર્ણાયક કરારો પર હસ્તાક્ષર કરવાની પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે.
આ સંધિ અનુસાર, એડીએનઓસી કર્ણાટકના મેંગલોર ખાતે આવેલા આઈએસપીઆરએલ સ્ટોરેજ સુવિધામાં 0.81 એમએમટી અથવા 5,860,000 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ ભરશે.
સંગ્રહિત ક્રુડ ઓઈલમાંથી કેટલોક હિસ્સો એડીએનઓસીના વ્યવસાયિક ઉપયોગ માટે લેવાશે, જયારે મોટા ભાગનો હિસ્સો સંપૂર્ણ રીતે વ્યૂહાત્મક ઉદ્દેશ માટે રાખવામાં આવશે. આ સંધિ પર હસ્તાક્ષર થવાથી ભારતની ઊર્જા સુરક્ષામાં વૃદ્ધિ થશે.
ભારત અને યુએઈ વ્યૂહાત્મક ભાગીદારો છે. એડીએનઓસી દ્વારા થઇ રહેલું આ રોકાણ એ હાઈ લેવલ ટાસ્ક ફોર્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ (એચએલટીએફઆઈ) હેઠળ યુએઈ તરફથી ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં થનારું સૌથી મોટું તથા સૌપ્રથમ રોકાણ છે.
AP/TR/GP