પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટે 10,000 ચોરસ કિલોમીટરના ફાળવાયેલ ક્ષેત્રમાં પોલી મેટેલિક સલ્ફાઈડ સાથે સંબંધિત સંશોધન અને અન્ય વિકાસાત્મક પ્રવૃત્તિઓ ચલાવવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને આંતરરાષ્ટ્રીય સીબેડ સત્તામંડળ (આઈએસએ)ની સાથે 15 વર્ષના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની પોતાની મંજૂરી આપી દીધી છે. આ સંશોધન હિન્દ મહાસાગરમાં સ્થિત કેન્દ્રીય અને પશ્ચિમ ભારતીય રિજ (એસડબલ્યુઆઈઆર) ના ભાગોમાં કરવામાં આવશે.
15 વર્ષના કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કરીને ભારતને હિન્દ મહાસાગરમાં કેન્દ્રીય ભારતીય રિજ અને દક્ષિણ પશ્ચિમ ભારતીય રિજમાં ફાળવાયેલ પોલી મેટેલિક સલ્ફાઈડના સંશોધનના વિશેષાધિકાર ઔપચારિક રીતે પ્રાપ્ત થશે. આ ઉપરાંત હિન્દ મહાસાગરમાં ભારતની ઉપસ્થિતિ પણ વધશે જ્યાં ચીન, કોરિયા અને જર્મની જેવા અન્ય ખેલાડીઓ પણ સક્રિય છે. આ કાર્યક્રમ જુદા જુદા રાષ્ટ્રીય સંસ્થાનો અને સંશોધન પ્રયોગશાળાઓ / સંગઠનોની ભાગીદારીથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ
લોખંડ, તાંબુ, જસત, ચાંદી, સોનું, પ્લેટિનમથી યુક્ત ઊંડા સીબેડ પોલી મેટેલિક સલ્ફાઈડ એક પરિવર્તનીય સંઘટનોમાં ખનિજકૃત ચિમનીઓના માધ્યમથી દરિયાઈ ક્રસ્ટના આંતરિક ભાગથી ગરમ મેગ્મા ઓવરફ્લો થવાને કારણે બનેલા ગરમ પ્રવાહીના અવક્ષેપ છે. મહાસાગર રિજોમાં પીએમએસ એ પોતાના લાંબા ગાળાના વાણિજ્યિકની સાથે સાથે વ્યુહાત્મક મૂલ્યોને કારણે દુનિયાનું ધ્યાન પોતાના તરફ દોર્યુ છે.
દરિયાઈ કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન (યુએનસીએલઓએસ) હેઠળ આંતરરાષ્ટ્રીય સીબેડ સત્તાધિકરણ (આઈએએસ)એ હિન્દ મહાસાગરના કેન્દ્રીય ભારતીય રિજ (સીઆઈઆર) 85 દક્ષિણ – પશ્ચિમ ભારતીય રિજ (એસડબલ્યુઆઈઆર) ક્ષેત્રમાં પોલી મેટેલિક સલ્ફાઈડ (પીએમએસ)ના સંશોધન માટે 15 વર્ષની યોજના સાથે 10,000 ચોરસ કિ.મી. ક્ષેત્રની ફાળવણી કરવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઈએસ) દ્વારા પ્રસ્તુત આવેદનને પોતાની મંજૂરી આપી દીધી છે. આઈએએસ આંતરરાષ્ટ્રીય જળ સીમામાં સમુદ્રતળના નિર્જીવ સંસાધનોને નિયંત્રિત કરે છે.
AP/J.Khunt/GP