Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને કેન્યા વચ્ચે નેશનલ હાઉસિંગ પોલિસીના વિકાસ તથા વ્યવસ્થાપન ક્ષેત્રમાં થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની પ્રધાન મંડળની બેઠકમાં ભારત અને કેન્યા વચ્ચે નેશનલ હાઉસિંગના વિકાસ અને વ્યવસ્થાપન અંગે થયેલા સમજૂતીના કરારને ભારત સરકારના પ્રધાન મંડળે મંજૂરી આપી છે. આ સમજૂતીના કરાર ઉપર તા. 11 જુલાઈ, 2016ના રોજ નૈરોબીમાં પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતીના કરાર હેઠળ, બંને પક્ષો કર્મચારીઓને તાલીમ, વિનિમય મુલાકાતો, એક્સપો/ પ્રદર્શનો, કોન્ફરન્સો, અને વર્કશોપ્સ વગેરે દ્વારા વિવિધ વ્યુહરચનાઓ મારફતે આવાસ યોજનાઓ તથા માનવ વસવાટો વગેરે અંગે તમામ બાબતોમાં પરસ્પરનો સહયોગ મેળવશે.

બંને દેશો વચ્ચેના સહયોગમાં ઝૂંપડીઓનું અપગ્રેડેશન કરીને તેનો ઉત્કર્ષ, અનુભવને આધારે સુરક્ષાત્મક પગલા, તથા દરેક દેશમાં અમલીકરણની પ્રક્રિયા અંગે એક-બીજાને સહયોગ આપશે. આ ઉપરાંત પ્રવર્તમાન પ્રવાહો , ઉત્તમ પ્રણાલીઓ તથા મૂડીરોકાણની તકો સહિતની બાબતોનો હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ડેટા અને માહિતીનું આદાન-પ્રદાન કરાશે.

આ સમજૂતીના કરારથી સ્થાનિક ધોરણે ઉપલબ્ધ હોય તેવા કાચા માલનો ઉપયોગ કરીને પોસાય તેવા આવાસો ઉપલબ્ધ કરવા માટે ટેકનિકલ સહયોગને પ્રોત્સાહન મળશે. સમજૂતીના કરારથી સરકારી/જાહેર ક્ષેત્રના કર્મચારીઓને આવાસની સુવિધા પૂરી પાડવા માટે ટેકનિકલ સહયોગ મેળવાશે. આ કરાર સરકારી કર્મચારીઓ માટે ડિલીવરી મોડલ તૈયાર કરવામાં, તથા પ્રાઈવેટ સેકટરની કંપનીઓ દ્વારા ઈચ્છીત મોડેલ દ્વારા આ પ્રકારની ડિલીવરી પૂરી પાડવા માટે સાનુકૂળ વાતાવરણ તેયાર કરવા બાબતે પણ ઉપયોગી નિવડશે.

TR