પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને ફ્રાંસ વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દીધી છે. આ સંધિ પર ફ્રાંસના રાષ્ટ્રપતિની ભારતની આગામી સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે.
આ સંધિ બંને દેશો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંપર્ક, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને કૌશલ્ય ધરાવતા વ્યવસાયિકોના આવાગમનની સરળતા, અનિયમિત સ્થળાંતર અને માનવીઓની ઘુસણખોરી જેવા મુદ્દાઓ પર સહયોગ વધુ મજબુત બનાવવો વગેરે જેવા મુદ્દાઓને રજુ કરે છે. આ સંધિ એ ભારતના ફ્રાંસની સાથે ઝડપથી વધી રહેલા બહુ આયામી સંબંધનો પુરાવો છે અને બંને દેશો વચ્ચે વધી રહેલા વિશ્વાસ અને ભરોસાને દર્શાવે છે.
આ સંધિ પ્રારંભિક તબક્કામાં સાત વર્ષ માટે માન્ય છે અને તેમાં સંયુક્ત કાર્યરત જુથના માધ્યમથી આપમેળે તેને રીન્યુ કરવાની અને તેની કામગીરીને ચકાસવાની જોગવાઈ કરવામાં આવી છે.
J.Khunt/GP