Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને માલદીવ વચ્ચે પર્યટનના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા માટે કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત સરકારના પર્યટન મંત્રાલય તથા માલદીવ સરકારના પર્યટન મંત્રાલય વચ્ચે પર્યટનના ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા માટે થયેલા કરાર પર હસ્તાક્ષરને પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.

માલદીવની સાથે થયેલા આ કરારથી એ મહત્વપૂર્ણ સ્ત્રોત બજારથી આંગતુકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. હાલના વર્ષોમાં માલદીવ, ભારત માટે મહત્વપૂર્ણ પર્યટન ઉત્પાદન બજાર તરીકે ઉભર્યું છે.

ઉદ્દેશ્ય :

આ કરારના મુખ્ય ઉદ્દેશ્ય છે. : –

એ) પર્યટનના ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહયોગને વધારવું

બી) પર્યટન સંબંધિત સૂચનાઓ તથા આંકડાઓનું આદાન – પ્રદાન

સી) પર્યટનમાં હિતધારકો જેમ કે હોટલ તથા ટૂર ઓપરેટર વચ્ચે સહયોગને વધારવો

ડી) માનવ સંસાધન વિકાસ માટે આદાન – પ્રદાન કાર્યક્રમો શરૂ કરવા

ઇ) પર્યટન તથા આતિથ્ય – સત્કારના ક્ષેત્રમાં રોકાણ કરવું

એફ) બંને તરફના પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે ટૂર ઓપરેટર / મીડિયા / રાય નિર્માતાઓની આદાન – પ્રદાન યાત્રાઓ

જી) પ્રોત્સાહન, માર્કેટિંગ, પર્યટન સ્થળોના વિકાસ તથા મેનેજમેન્ટના ક્ષેત્રમાં અનુભવોનું આદાન – પ્રદાન

એચ) બંને દેશોમાં યોજાનારા યાત્રા મેળાના પ્રદર્શનોમાં ભાગ લેવો

આઇ) સુરક્ષિત સન્માનજનક તથા સ્થાયી પર્યટનને પ્રોત્સાહન આપવું

J.Khunt