પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે દરિયાઈ વાહનવ્યવહાર માટે સંસ્થાગત પારસ્પરિક સહકાર અંગેના સમજૂતી કરારો (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
પ્રસ્તાવિત એમઓયુ વડે બંદરો ઉપર કચરાના નિકાલ માટે વર્તમાન સુવિધાઓના ઉપયોગના સરળીકરણ માટે જ્યાં પણ શક્ય હોય ત્યાં દરિયાઈ વાહનવ્યવહાર, કસ્ટમ્સનું સરળીકરણ અને અન્ય ઔપચારિકતાને પ્રોત્સાહન આપવા તથા સાહજિક બનાવવા માટેનો માર્ગ ખુલશે.
આ એમઓયુ બંને દેશોની શિપિંગ કંપનીઓને સંતુલિત વ્યાપારી પ્રવૃત્તિઓ માટે દ્વિપક્ષીય અને બહુ સ્તરીય વ્યવસ્થાઓના નિર્માણ માટે સક્ષમ બનાવશે.
TR