Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે તાલીમ, પ્રમાણપત્ર અને વોચકીપિંગની ગુણવત્તા સંબંધી જોગવાઈઓ અને સુધારાઓ અનુસાર પારસ્પરિક માન્યતાના સ્પર્ધાત્મક પ્રમાણપત્ર અંગેના સમજૂતી કરારો મંજૂર કર્યા


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે પારસ્પરિક માન્યતાના સ્પર્ધાત્મક પ્રમાણપત્ર ઉપરના સમજૂતી કરારોને મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત એમઓયુ વડે અન્ય દેશ દ્વારા જાહેર કરવામાં આવેલ માન્યતા પ્રમાણપત્રની જોગવાઈ રેગ્યુલેશન 1/10 અંતર્ગત નાવિકો માટે સામુદ્રિક શિક્ષણ અને તાલીમ, સ્પર્ધાત્મકતા પ્રમાણપત્ર, સમર્થન, જરૂરી દસ્તાવેજોના પુરાવાની તાલીમ અને તબીબી સ્વાસ્થ્ય પ્રમાણપત્રની મંજૂરી તથા બન્ને દેશો વચ્ચે નાવિકોની તાલીમ અને વ્યવસ્થાપન માટેનો માર્ગ મોકળો થશે.

આ એમઓયુ એસટીસીડબ્લ્યુ માન્યતા પ્રમાણપત્ર અનુસાર નાવિકો માટે જરૂરી શિક્ષણ, તાલીમ અને મૂલ્યાંકનને સંકલિત તાલીમ મુલવણી માટેના પ્રત્યેક પ્રકારો અને સ્તર માટેના એસટીસીડબ્લ્યુ કોડ સાથે લાગુ કરવામાં આવે અને તેને નિયંત્રિત કરવામાં આવે તેની ખાતરી આપશે.

TR