Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા નવીનીકરણ ક્ષેત્રે પારસ્પરિક સહકાર માટેના એમઓયુ મંજૂર કર્યા


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા નવીનીકરણના ક્ષેત્રમાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

આ એમઓયુ ભારતીય લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદાકારક સાબિત થશે અને તેના ન્યાયપૂર્ણ અને સંકલિત વિકાસ તરફ દોરી જશે. વિદેશમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના શ્રેષ્ઠ અમલીકરણ માટેની આ સુવિધા ભારતીય લઘુ મધ્યમ ઉદ્યોગોને તેમની ક્ષમતા સુધારવાની અને તેમાં નવા સંશોધનો કરવાની તક પૂરી પાડશે. તે ભારતીય લઘુ મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને યુનાઇટેડ આરબ અમીરાતના લઘુ મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર સાથે પારસ્પરિક લાભદાયી સંબંધો બાંધવામાં અને તેમના બજારોમાં પ્રવેશવાની પણ સુવિધા આપશે.

TR