Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને રશિયા વચ્ચે યુવાનોને લગતી બાબતોમાં સહકાર માટેના એમઓયુને મંજૂરી આપી


ભારત અને રશિયા વચ્ચે યુવાનોને લગતી બાબતોના ક્ષેત્રે પરસ્પર આદાન-પ્રદાનના કાર્યક્રમો, બંને દેશો વચ્ચે વ્યક્તિથી વ્યક્તિ સાથેના સંપર્કો સ્થાપીને તેમજ મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનાવીને યુવાનો વચ્ચે વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિના આદાન – પ્રદાનને પ્રોત્સાહન આપશે.

આદાન-પ્રદાનના કાર્યક્રમોમાં ભાગીદારી માટે પસંદગી વૈકલ્પિક અને પારદર્શક રીતે કરવામાં આવશે તેમજ એમઓયુ હેઠળના કાર્યક્રમોના પરિણામો જાહેર અન્વેક્ષણ માટે ખુલ્લા મૂકાશે.

આદાન-પ્રદાનના કાર્યક્રમો, યુવાનોમાં આંતરરાષ્ટ્રીય અભિગમ વિકસાવવામાં મદદગાર બનશે તેમજ યુવાનોને લગતી બાબતોના ક્ષેત્રે તેમના જ્ઞાન અને તજજ્ઞતા વધારવામાં પણ સહાયક બનશે.

TR