પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સંયુક્ત રાષ્ટ્રોના જાતીય સમાનતા અને સ્ત્રી સશક્તિકરણ એકમ(યુએન-વીમેન) વચ્ચેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે.
આ પ્રસ્તાવમાં કાયદા, યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા જાતીય સમાનતા માટે નિર્માણ કરવામાં આવેલ તકોનો વધુ સારો લાભ મેળવી શકાય તે માટે પંચાયતી રાજ મંત્રાલયને પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) સહિતની શાસકીય સંસ્થાઓને મજબૂત કરવા માટે તકનીકી સહાય પૂરી પાડવાની વાત કરવામાં આવી છે.
પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) અને યુએન-વિમેન દ્વારા એક બીજા સાથે મળીને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે તેમજ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની કાર્યક્ષમતાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેમના સશક્તિકરણ તથા અસરકારકતા વધારવા ઉપર કામ કરવામાં આવ્યું છે.
ભૂતકાળની આ ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને હવે આ બન્ને પક્ષો શાસન પ્રક્રિયાઓના સહયોગી નિર્માણ અને જાતિ પ્રધાન શાસનને પ્રોત્સાહન આપવા માટે કાયદા, યોજનાઓ અને કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે સાથે મળીને કામ કરશે. બન્ને પક્ષો એ બાબતે સહમત થયા છે કે ક્ષમતા નિર્માણ પ્રયત્નો સહિતની પંચાયતી રાજ મંત્રાલયની પહેલો બન્ને પક્ષો માટે ફાયદાકીય હશે અને સુશાસન, જાતિય સમાનતા અને સ્ત્રી સશક્તિકરણના તેમના સંયુક્ત મિશનને આગળ વધારશે. લાંબા ગાળે, તે ભારતની ગ્રામ્ય મહિલાઓની સ્થિતિમાં સુધારો લાવશે અને સાથે સાથે બેઇજીંગ પ્લેટફોર્મ ફોર એક્શન અને સંતુલિત વિકાસના ધ્યેયો પરના કન્વેન્શન ટુ એલીમીનેટ ઓલ ફોર્મ્સ ઓફ ડીસ્ક્રીમીનેશન અગેઈન્સ્ટ વિમેન (CEDAW)ની ભારતની પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં યોગદાન આપશે.
પ્રસ્તાવિત એમઓયુ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ ફ્રેમવર્ક (UNDAF)ના વિસ્તૃત માળખામાં રહીને પંચાયતી રાજ મંત્રાલય તથા યુએન વિમેન દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવેલ ચોક્કસ પ્રવૃત્તિઓના અમલીકરણમાં સમય નિર્ધારિત પરિણામોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આમ, આ એમઓયુ, આ મહત્વની ભાગીદારીને કાર્યરત કરવામાં મદદ કરશે.
આ એમઓયુ હેઠળની પ્રવૃત્તિઓનું જિલ્લા અને તાલુકા સ્તરે છ રાજ્યોમાં અમલીકરણ કરવામાં આવશે; આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ.
AP/TR/GP