Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે મહાત્મા ગાંધી પ્રવાસી સુરક્ષા યોજના બંધ કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહાત્મા ગાંધી પ્રવાસી સુરક્ષા યોજના (એમજીપીએસવાય)ને સ્થગિત કરવાની મંજૂરી આપી દીધી છે, કે જે ઈસીઆર દેશમાં વ્યવસાય માટે વિદેશ જતા ઈમિગ્રેશન ચેક રીક્વયર્ડ (ઈસીઆર) વર્ગના લોકોની સામાજિક સુરક્ષાને લગતી બાબતોને ઉકેલવા માટે વર્ષ 2012માં શરુ કરવામાં આવી હતી.

એમજીપીએસવાય હેઠળ નોંધણી ખુબ જ ઓછી હતી અને છેલ્લા એક વર્ષથી કોઈ નવી નોંધણી થઇ નહોતી. આથી આ યોજનાની સ્થગિતતા નિવારી શકાય તેવા વહીવટીય અને દસ્તાવેજ સાચવણીને લગતા બિન જરૂરી ખર્ચને અટકાવશે.

AP/J.Khunt/GP