Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે લિગો-ઈન્ડિયા મેગા સાયન્સ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ગુરુત્વાકર્ષણ તરંગો પર સંશોધન માટે લિગો-ઈન્ડિયા મેગા સાયન્સ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ દરખાસ્ત લિગો – ઈન્ડિયા પ્રોજેક્ટ (લેસર ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઓબ્ઝર્વેટરી ઈન ઈન્ડિયા) તરીકે ઓળખાય છે, જેનું નેતૃત્વ એટોમિક એનર્જી વિભાગ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (ડીએસટી) કરી રહ્યા છે. આ મંજૂરી કેટલાક દિવસો અગાઉ ગુરુત્વાકર્ષણના તરંગો અંગે કેટલાક મહાન રહસ્યો ઉકેલવા માટે બ્રહ્માંડની નવી બારી ખોલનારી ઐતિહાસિક શોધ સાથે સુસંગત છે,
લિગો-ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની કાલ્ટેક અને એમઆઈટી દ્વારા સંચાલિત લિગો લેબોરેટરી સાથેના જોડાણમાં ભારતમાં ગુરુત્વાકર્ષણના તરંગોના અભ્યાસ માટે અતિ આધુનિક વેધશાળા સ્થાપવામાં આવશે.

આ પ્રોજેક્ટને પગલે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ગુરુત્વાકર્ષણ તરંગોના ક્ષેત્રે ઊંડા ખેડાણ કરવા અસાધારણ તકો મળશે અને નવા ખગોળીય ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ કરવા મળશે.

લિગો-ઈન્ડિયા સમથળ જમીન પર અલ્ટ્રા-હાઈ વેક્યુમ પર આઠ કિલોમીટર લાંબી બીમ ટ્યુબના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગ જગત માટે સ્પર્ધાત્મક ટેકનોલોજીમા નોંધપાત્ર તકો લાવશે.

પ્રોજેક્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને નવયુવાન વૈજ્ઞાનિકોને જ્ઞાનના નવાં ક્ષેત્રો શોધવા પ્રોત્સાહિત કરશે તેમજ તેનાથી દેશમાં વૈજ્ઞાનિક સંશોધનને વધુ વેગ મળશે.

UM/J.Khunt