પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વવેપાર સંગઠન (ડબલ્યૂટીઓ)ને વેપાર સુવિધા સમજૂતિ (ટીએફએ) અંતર્ગત પ્રતિબદ્ધતાઓની અધિસૂચના માટે પ્રસ્તાવ, વિશ્વ વેપાર સંગઠનના સચિવાલયમાં ટીએફએના પ્રોટોકોલની સ્વીકૃતિના પ્રપત્રની સંપુષ્ટિ તેમજ સ્વીકૃતિ અને રાષ્ટ્રીય વેપાર સુવિધા સમિતિ (એનસીટીએફ)ના ગઠનને મંજૂરી આપી દીધી છે.
વેપાર સુવિધા સમજૂતિમાં વસ્તુઓની આવક જાવક, તેમને જારી કરવાની અને સ્વીકૃતિ આપવામાં તેજી લાવવાનું પ્રાવધાન છે, જેમાં પારગમનવાળી વસ્તુઓ પણ સામેલ છે. આ સમજૂતિમાં વેપાર સુવિધા અને કસ્ટમના અનુપાલન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કસ્ટમ તેમજ અન્ય ઉપર્યુક્ત પ્રાધિકરણોમાં કારગર સહયોગ માટે વિભિન્ન ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉદ્દેશ્ય ભારતની ‘કારોબાર સુગમતા’ વાળી પહેલના અનુરૂપ જ છે.
ડબલ્યુટીઓના બે-તૃતિયાંશ સદસ્યો તરફથી સ્વીકૃતિ મળ્યા બાદ જ અધિસૂચિત સદસ્યો માટે વેપાર સુવિધા સમજૂતી પ્રભાવી માનવામાં આવશે.
સમજૂતીના પ્રાવધાનોના અમલીકરણ અને ઘરેલૂ તાલમેલ બંનેમાં સરળતા માટે રાજસ્વ વિભાગના સચિવ અને વાણિજ્ય વિભાગના સચિવની સંયુક્ત અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય વેપાર સુવિધા સમિતિ ગઠિત કરવામાં આવશે.
AP/J.Khunt