પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે રાષ્ટ્રીય ખાદ્યાન્ન ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન અધિનિયમ, 2019ને સંસદમાં રજૂ કરવાની મંજુરી આપી દીધી છે.
આ અધિનિયમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ખાદ્યાન્ન ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાન (NIFTEM) કુંડલી, હરિયાણા અને ભારતીય ખાદ્યાન્ન પ્રક્રિયા ટેકનોલોજી (IIFPT), થાન્જાવુંર, તમિલનાડુને“ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંસ્થાન”નો દરજ્જો આપવાનો છે.
લાભ:
આ કાયદા વડે આ સંસ્થાનોને પોતાના શૈક્ષણિક અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરવા અને વિકસિત કરવા, પોતાના શૈક્ષણિક કાર્યક્રમોમાં સંશોધનની પ્રવૃત્તિઓ હાથ ધરવા અને તેનું સ્તર વધારવા માટે સંચાલનાત્મક સ્વાયત્તતા મળશે. તેનાથી તે વૈશ્વિક સ્તરનું સંસ્થાન બની શકશે. આ સંસ્થાન સરકારની અનામત નીતિ લાગુ કરશે અને સંલગ્ન હિતધારકોના લાભ માટે ખાસ પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે. તેના આધારે આ સંસ્થાનો વિશ્વ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરવા અને નવાચારના ઉપયોગ વડે સંશોધનનો અનુભવ પ્રદાન કરવા માટે સક્ષમ બનશે.
J.Khunt