Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM SPV) તરીકે ઓળખાતા સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની બાબતો માટે પોતાની મંજૂરી આપી:

1. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જરૂરી સામાન અને સેવાઓની ઉપલબ્ધી પૂરી પાડવા માટે કંપની કાયદો ૨૦૧૩, હેઠળ નોંધાયેલી કંપની સેક્શન 8 તરીકે રાષ્ટ્રીય જાહેર પ્રાપ્તિ સ્થાન તરીકે સરકારી ઈ- માર્કેટ પ્લેસના નામે ઓળખાતા વિશેષ ઉદ્દેશ્ય વાહનની સ્થાપના. જીઈએમ એસપીવી સામાન્ય ઉપયોગના સામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારી મંત્રાલયો/ વિભાગો, કેન્દ્રીય અને રાજ્યના જાહેર ક્ષેત્રના સંસ્થાનો (સીપીએસયુ અને એસપીએસયુ), સ્વાયત્ત સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓને પારદર્શક અને ચોક્કસ પદ્ધતિ દ્વારા સીધે સીધું ઓનલાઈન માર્કેટપ્લેસ પૂરું પાડશે.

2. ડીજીએસ&ડી 31 ઓક્ટોબર 2017થી સ્થગિત કરવામાં આવશે અને સમેટી લેવામાં આવશે. સંજોગોવશાત જો ડીજીએસ&ડીને 31 ઓક્ટોબર 2017 સુધીમાં સમેટી નહીં શકાય તો વિભાગ તેને સ્થગિત કરવાની તારીખ ચોક્કસ વાજબી કારણો સાથે મોડામાં મોડા 31 માર્ચ 2018 સુધી લંબાવી શકશે.

TR