પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹1,27,500 કરોડના કુલ બજેટરી ખર્ચ (આઉટલે) સાથે સેમિકોન 2.0ને મંજૂરી આપી છે.
ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સતત અને લાંબા ગાળાના સમર્થનની જરૂરિયાતને સ્વીકારીને અને સેમિકોન 1.0 હેઠળ પ્રાપ્ત થયેલી ગતિને આગળ ધપાવવા માટે, સેમિકોન 2.0નો હેતુ આપણા દેશને વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર લાવવા તરફ સરકારની પ્રતિબદ્ધતાને વધુ આગળ વધારવાનો છે.
સેમિકોન 2.0નો ઉદ્દેશ્ય નીચેના છ સ્તંભો પર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું વ્યાપકપણે નિર્માણ કરવાનો છે:
વધુમાં, સેમિકોન 2.0 તમામ ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિને ટેકો આપશે, વધુ સારી સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરશે અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તકનીકી નેતૃત્વ સ્થાપિત કરવામાં મદદ કરશે. સમગ્ર ઇકોસિસ્ટમના નિર્માણનો આ અભિગમ ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદનને વેગ આપશે.
ISM 1.0 ની પ્રગતિ:
SM/BS/JD
India’s semiconductor journey gets even more vibrant!
— Narendra Modi (@narendramodi) July 15, 2026
The Cabinet has approved Semicon 2.0 with an outlay of Rs. 1,27,500 crore, reaffirming our long-term commitment to making India a global centre for semiconductor design, manufacturing and innovation. Powered by our youth,…