Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે હિન્દુસ્તાન એન્ટી-બાયોટીક્સ લિમિટેડની જવાબદારીને પહોચી વળવા માટે વધારાની અને ખાલી જમીનના વેચાણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટ દ્વારા હિન્દુસ્તાન એન્ટી-બાયોટીક્સ લીમીટેડ (એચએએલ)ની જવાબદારીને પહોચી વળવા માટે મહારાષ્ટ્રના પુણેમાં પિંપરીની વધારાની અને ખાલી જમીનના એક હિસ્સાને વેચવાની મંજૂરી આપી દીધી છે.

પ્રસ્તાવ આ મુજબ છે:

1) કેન્દ્રીય/ રાજ્ય સરકારના વિભાગો, સરકારી સંસ્થાઓ, કેન્દ્રીય/ રાજ્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, શહેરી વિકાસ સત્તાઓ વગેરે દ્વારા જાહેર સ્પર્ધાત્મક હરાજી વડે માફી અને મોકુફી બાદ 821.17 કરોડ રૂપિયાની કૂલ જવાબદારીને પહોંચી વળવા હિન્દુસ્તાન એન્ટી-બાયોટીક્સ લીમીટેડની આશરે 87.70 એકર (વેચાણની વાસ્તવિક જમીનનો વિસ્તાર બીઆઈએફઆરની માર્ગદર્શિકા અનુસાર હરાજીમાં પ્રાપ્ત થયેલ દર મુજબ હશે) જમીનનું વેચાણ

2) 307.23 કરોડ રૂપિયાની (30-9-2017 ના રોજ કરેલી ગણતરી મુજબ મૂળ રકમ 186.96 કરોડ રૂપિયા અને વ્યાજ આશરે 120.27 કરોડ રૂપિયા) ભારત સરકારની લોન અને વ્યાજ માફી તથા 128.68 કરોડ રૂપિયાના જુદા જુદા દેવાની મોકુફી.

૩) ભથ્થા, પગાર અને અન્ય તાત્કાલિક પ્રકારના જરૂરી ખર્ચને પહોચી વળવા માટે 100 કરોડ રૂપિયાની તાત્કાલિક લોનની મંજૂરી. આ લોનની ચુકવણી એચએએલની જમીનના વેચાણ દ્વારા સરકારને પરત કરવામાં આવશે.

આ મંજૂરી સરકારને કંપનીની સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં તેમજ

1) પુનર્વસન

2) યોજનાકીય વેચાણ અને

3) સમાપ્તિ

માટે કંપનીને લગતા આગળના મહત્વના નિર્ણયો કરવામાં મદદરૂપ થશે.

આ યોજના/ પ્રસ્તાવના અમલીકરણથી એચએએલ તમામ જવાબદારીઓથી મુક્ત થશે અને તેની બેલેન્સ શીટ પણ ખાલી થઇ જશે જેથી કરીને તે મંત્રીઓની સમિતિ દ્વારા કરાયેલા સૂચનોનું સરળતાથી અમલીકરણ કરી શકે.

મહારાષ્ટ્રના પુણેમાં એચએએલની પિંપરીની જમીનનું વેચાણ કર્મચારીઓની તકલીફો અને ગંભીર પરિસ્થિતિઓને સુધારવામાં મદદ કરશે અને જો જવાબદારીઓ મળી જશે અને બેલેન્સ શીટ ખાલી થઇ જશે તો મંત્રીઓની સમિતિ દ્વારા કરાયેલ સૂચનોનું અમલીકરણ પણ સરળતાથી થઇ શકશે.

AP/J.Khunt/GP