પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં જીએએન (ગેલિયમ નાઇટ્રાઇડ – GaN) ટેકનોલોજી પર આધારિત દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઇક્રો–એલઇડી (Mini/Micro-LED) ડિસ્પ્લે સુવિધા અને એક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધાનો સમાવેશ થાય છે.
આ બંને મંજૂર દરખાસ્તો દ્વારા ગુજરાતમાં આશરે ₹3,936 કરોડના સંચિત રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે અને તેનાથી 2,230 કુશળ વ્યાવસાયિકો માટે સંચિત રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.
મંજૂર કરાયેલી આ બંને દરખાસ્તોની વિગતો નીચે મુજબ છે:
આ બે મંજૂરીઓ સાથે, દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે કારણ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા 12 પર પહોંચી ગઈ છે, જેમાં આશરે ₹1.64 લાખ કરોડનું સંચિત રોકાણ સામેલ છે.
આ સુવિધાઓ દેશમાં વિકસી રહેલી વૈશ્વિક સ્તરની ચિપ ડિઝાઇન ક્ષમતાઓને પૂરક બનશે, જેને સરકાર દ્વારા 315 શૈક્ષણિક સંસ્થાઓ અને 104 સ્ટાર્ટ–અપ્સને પૂરી પાડવામાં આવતી ડિઝાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહાય દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પહેલાથી જ મંજૂર કરાયેલા 10 પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કામાં હોવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં વેગ વધુ મજબૂત બની રહ્યો છે. 2 પ્રોજેક્ટ્સે ભારતમાંથી પહેલેથી જ કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરી દીધું છે અને અન્ય 2 પ્રોજેક્ટ્સ પણ ટૂંક સમયમાં કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરે તેવી અપેક્ષા છે.
SM/JD
Cabinet’s approval of new projects under the India Semiconductor Mission is a part of our efforts towards making India a leader in the global semiconductor value chain, focussing on manufacturing, packaging and advanced materials. India’s advances in the world of semiconductors…
— Narendra Modi (@narendramodi) May 5, 2026