પીએમઇન્ડિયા
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ઝારખંડમાં 12મા DARE/ICAR આયોજન હેઠળ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન સ્થાપવાની બાબતને કેબિનેટે મંજૂરી આપી છે. આ માટે રૂ.200.78 કરોડનો ખર્ચ થશે (100 ટકા હિસ્સો આઈસીએઆરનો રહેશે). ઝારખંડ સરકાર દ્વારા હજારીબાગના બારહી બ્લોકના ગૌરીયા કર્મા ગામ ખાતે 1000 એકર જમીન ફાળવવામાં આવી છે.
આઈએઆઆઈ-ઝારખંડ એક અનોખી સંસ્થા બની રહેશે, જેમાં કૃષિના બાગાયતી, ખેતી, એગ્રો-ફોરેસ્ટ્રી, પશુ પાલન, માછીમારી, મરઘાં ઉછેર, ડુક્કર ઉછેર, રેશમ અને લાખના ઉછેર, મધનું ઉત્પાદન વગેરે આઈએઆરઆઈ નવી દિલ્હી હેઠળના મહત્વના તમામ ક્ષેત્રોને આવરી લેવાશે.
આઈએઆરઆઈ, ઝારખંડ પૂર્વ ભારતમાં ખેતીની પડકારરૂપ બાબતોને વિકટ પરિસ્થિતિઓને આવરી લઈ હાલની કેન્દ્ર અને રાજ્ય સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા ખાનગી ક્ષેત્રના એકમોના સહયોગથી કાર્ય કરતી સંસ્થા બની રહેશે. આ સંસ્થામાં સંશોધન શિક્ષણ, વિસ્તરણ કાર્યક્રમો હાથ ધરવાનું ધ્યેય રહેશે અને તેમાં માનવ સંશાધનની ગુણવત્તા વિકસાવવાનું તથા ખેડૂતને સહાયરૂપ ટેકનોલોજી દ્વારા ઉત્પાદકતા, ગુણવત્તા અને નફાકારકતા વધારવાની કામગીરી હાથ ધરાશે. આ સંસ્થા દેશના પૂર્વ વિભાગમાં ખેતી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને કૃષિ ક્ષેત્રે સમગ્રલક્ષી તથા ટકાઉ કામગીરી દ્વારા રોજગાર નિર્માણની તકો ઊભી કરશે. તે આઈએઆરઆઈ નવી દિલ્હીનું ઓફ કેમ્પસ બની રહેશે અને તેમાં વિવિધ વિદ્યાશાખાઓ અંગેનું સંશોધન સ્કૂલ મોડ દ્વારા એટલે કે સ્કૂલ ઓફ ક્રોપ સાયન્સ, નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ અને એનિમલ સાયન્સિસ ક્ષેત્રે હાથ ધરાશે.
TR