પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટે નાગરીક ઉડ્યન નીતિને પોતાની મંજૂરી આપી દીધી છે. સ્વતંત્રતા પછી આ એવો પ્રથમ અવસર છે કે નાગરીક ઉડ્યન મંત્રાલય દ્વારા એક સંપૂર્ણ નાગરીક ઉડ્યન નીતિ લાવવામાં આવી છે.
મુખ્ય અંશો
* ભારતને 2022 સુધીમાં 9 માંથી ત્રીજું સૌથી મોટું નાગરીક ઉડ્યન બજાર બનાવવું
* ઘરેલુ ટિકિટીંગને 2022 સુધી 30 કરોડ કરવું જે 2015માં 8 કરોડ હતું.
* વાણિજ્યિક ઉડ્યનો માટે એરપોર્ટની સંખ્યા 2019 સુધીમાં 127 કરવી જે 2016માં 77 છે.
* એક કલાકના પ્રવાસ માટે વધુમાં વધુ ભાડું રૂ.2500 થી વધુ નહીં, વિમાન કંપનીઓને રૂ.2500 થી વધુની કિંમત થવા પર સરકાર ડિસ્કાઉન્ટ આપશે.
* 30 મિનિટની હવાઈ સફર માટે રૂ. 1200થી વધું ભાડું નહીં
* ઓછા બજેટ પર એરપોર્ટને પ્રોત્સાહન
* ક્ષેત્રીય ઉડ્યન પર ખાસ ધ્યાન અપાયું
* મેન્ટેનન્સ એન્ડ રિપેર ઑપરેશન્સ (એમઆરઓ) પર વિશેષ ધ્યાન
* આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવી સરળ, નવી નીતિમાં 5 વર્ષ ઘરેલુ વિમાન સેવા આપવાની શરતનો અંત, 20 વિમાનો હોય તો ઘરેલુ સેવામાં કોઈપણ અનુભવ વગર વિદેશી સેવા શરૂ કરવી.
AP/J.Khunt/GP