પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ દ્વારા ભારત અને બ્રાઝિલ વચ્ચે સામાજિક સુરક્ષા મુદ્દે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પૃષ્ઠભૂમિ
ભારત હવે વિદેશમાં ટૂંકા ગાળા માટે કામ કરવા જતા ભારતીય વ્યાવસાયિકો/ કૌશલ્યપૂર્ણ કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે તેમજ ભારતીય કંપનીઓમાં સ્પર્ધાત્મકતા વધારવાના આશયથી અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સામાજિક સુરક્ષા સમજૂતીઓ (SSA) કરી રહ્યું છે.
SSA વ્યાપકપણે નીચે દર્શાવેલા ત્રણ લાભો આપે છે:
BRICS દેશો સાથે સામાજિક સુરક્ષા કાર્યક્રમો પર સમજૂતી કરારો કરવાનો વિચાર પર 9 જૂન 2016ના રોજ જીનેવામાં અને તે પછી 27-28 સપ્ટેમ્બર 2016ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી BRICS શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકમાં ચર્ચાયો હતો. BRICS દેશો સાથે સામાજિક સુરક્ષા કરારો કરવાની સંભાવનાઓનો ઉલ્લેખ 8મી BRICS નેતાઓની સમિટના ગોવા ઘોષણાપત્રમાં પણ જોવા મળે છે. ગોવા ઘોષણાપત્રની લાગણીને આગળ ધપાવી ભારત અને બ્રાઝિલે 13-16 માર્ચ 2017 દરમિયાન બ્રાઝિલિયામાં SSA મુદ્દે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટોના અંતે, બંને પક્ષોએ સામાજિક સુરક્ષા મુદ્દે અંતિમ લખાણ તૈયાર કરવાની શરૂઆત કરી હતી.
હસ્તાક્ષર કરેલો સમજૂતી કરાર મંત્રાલયની વેબસાઇટ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વેબસાઇટ પર મુકવામાં આવશે જેથી હિતધારકોને માહિતી મળી શકે અને તેઓ બેવડા સામાજિક સુરક્ષા યોગદાન ટાળવા માટે કવરેજનું પ્રમાણપત્ર સુનિશ્ચિત કરી શકે.
હાલના સમયમાં, અંદાજે 1,000 બ્રાઝિલિયનો ભારતમાં વસે છે જ્યારે અંદાજે 4,700 ભારતીયો બ્રાઝિલમાં વસે છે. તમામ મોકલેલા/નિયુક્ત કરાયેલા કામદારો અને સ્વરોજગાર વ્યક્તિઓ કોઇપણ ભેદભાવ વગર પ્રસ્તાવનો લાભ મેળવી શકશે. આમ, આનાથી સમન્યાય અને સમાવેશીતાને પ્રોત્સાહન મળશે. બ્રાઝિલથી સ્થળાંતર થયા પછી ભારતીય કામદારોના સામાજિક સુરક્ષા લાભોની નિકાસ એ સામાજિક સુરક્ષા લાભોનું કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે એક નવીન વ્યવસ્થા છે અને ભારતીય કંપનીઓના તેમના એકંદર ખર્ચમાં ઘટાડો કરીને સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે.
આ SSAમાં ભારત અને બ્રાઝિલના પ્રદેશોને આવરી લેવામાં આવશે.
RP/DS