Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેરળ મંદિર અગ્નિકાંડ : પ્રધાનમંત્રી દુર્ઘટના સ્થળ પર જઇ રહ્યા છે, શોકગ્રસ્ત પરિવારજનો તથા ઘાયલો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી

કેરળ મંદિર અગ્નિકાંડ : પ્રધાનમંત્રી દુર્ઘટના સ્થળ પર જઇ રહ્યા છે, શોકગ્રસ્ત પરિવારજનો તથા ઘાયલો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી


કેરળના કોલ્લમ જનપદમાં સ્થિત મંદિરમાં આજે સવારે થયેલી ત્રાસદી પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ તથા સંક્ષોભ વ્યક્ત કર્યો છે. શ્રી મોદી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દ્વારા પેદા થયેલી સ્થિતિના આકલન હેતુ તાત્કાલિક કેરળ જશે.

‘કોલ્લમ મંદિરમાં લાગેલી આગ ચોંકાવનારી તથા હદયદ્રવી છે. મારી ભાવનાઓ મૃતકોના પરિવારજનો તથા પ્રાર્થનાઓ ઘાયલોના પ્રત્યે છે.

કોલ્લમ મંદિરમાં લાગેલી આગ પર મુખ્યમંત્રી ઓમન ચાંડી સાથે વાત કરી. ગંભીર રૂપથી ઘવાયેલાઓ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કેબિનેટમાં પોતાના સાથી સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને પણ કોલ્લમમાં અગ્નિ ત્રાસદીવાળી જગ્યા પર તાત્કાલિક જવા માટે જણાવવામાં આવ્યું છે.

જલદીથી હું પણ કોલ્લમમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ત્રાસદીથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિની માહિતી મેળવવા માટે કેરળ જઇશ’. પ્રધાનમંત્રીએ સતત કરેલી ટ્વિટમાં કહ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલ્લમમાં મંદિરમાં લાગેલી આગમાં પ્રાણ ગુમાવનારાના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંતી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ આ આગમાં ઘાયલ થનારાઓ પ્રત્યે 50,000 રૂપિયાની સાંત્વના રકમ આપવાની જાહેરાત પણ કરી છે.

પ્રધાનમંત્રી ઉત્પન્ન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા અધિકારીઓના સંપર્કમાં છે. પ્રધાનમંત્રીએ ગંભીર રૂપથી ઘાયલ થયેલા લોકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા માટે નેવી તથા વાયુસેનાને મદદ માટે જણાવ્યું છે. પ્રધાનમંત્રી જલદીથી કેરળની યાત્રા પર જશે તથા તેમણે અાદેશ આપ્યો છે કે કેરળમાં તેમની મુલાકાત માટે કોઇ પણ પ્રકારની ક્રમાચાર ઔપચારિકતાઓ નિભાવવાની જરૂર નથી તથા ધ્યાન રાહત તથા બચાવ કાર્યો પર રહેવું જોઇએ. પ્રધાનમંત્રીની કેરળ મુલાકાતમાં તેમની સાથે બળવાથી પેદા થયેલી પરિસ્થિતિના વિશેષજ્ઞ ચિકિત્સક પણ ઉપસ્થિત રહેશે.
AP/J.Khunt/GP