પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૈન્યાના નાઈરોબીમાં 15થી 19 ડિસેમ્બર 2015ના રોજ યોજાયેલ વિશ્વ વ્યાપાર સંગઠનના દસમા મંત્રીસ્તરીય સંમેલનમાં ભારત દ્વારા સ્વીકારવામાં આવેલા દૃષ્ટિકોણને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે.
પાશ્વભૂમિકા
આ સંમેલનના પરિણામોને નાઇરોબી પેકેજના રુપમાં સંદર્ભિત કરવામાં આવ્યું જેમાં કૃષિ, કપાસ પર મંત્રીસ્તરીય નિર્ણયો અને અલ્પ – વિકસિત દેશ (એલડીસી)થી સંબંધિત મુદ્દાનો સમાવેશ છે. તેમાં વિકાસશીલ દેશો માટે વિશેષ સુરક્ષા તંત્રન(એસએસએમ), ખાદ્ય સુરક્ષા હેતુઓ માટે સાર્વજનિક ભંડાર, કૃષિ નિર્યાતો માટે નિર્યાત સબસિડીને સમાપ્ત કરવા માટે અને કપાસથી સંબંધિત ઉપાયો પ્રત્યે પ્રતિબદ્ધતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એલડીસીથી નિર્યાતોને નિર્ધારિત કરવા માટે માપદંડ અને સેવા ક્ષેત્રમાં એલડીસીને અધિમાન્ય વ્યવસ્થાના સંબંધમાં પણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
નાઇરોબી સંમેલનની સમયાવધિમાં, આ સ્પષ્ટ થઇ ગયું છે કે આ સંમેલનથી વ્યાપાર વાર્તાઓના દોહા તબક્કાનું ભવિષ્ય નિર્ધારિત થશે. વૈશ્વિક વ્યાપાર પ્રણાલીમાં વિકાસશીલ દેશોનો વ્યાપક સમાવેશન અત્યંત મહત્વપૂર્ણ છે. કેટલાક જ વિકસિત દેશોએ દોહા વિકાસ એજન્ડા (ડીડીએ)ને ચાલુ રાખવાનો સજ્જડતાથી વિરોધ કર્યો છે. ભારતે પોતાનો પક્ષ મુક્યો કે નાઇરોબી સંમેલન પછી ડીડીએને ચાલુ રાખવું જોઇએ અને ડીડીએના પૂરા થવા સુધી કોઇ પણ નવા એજન્ડાને નવા મુદ્દાઓમાં ડબલ્યુટીઓનો સમાવેશ કરવો જોઇએ નહીં. નાઇરોબી મંત્રીસ્તરીય ઘોષણાપત્ર દ્વારા જાણકારી આપવામાં આવી કે ભવિષ્યમાં દોહા તબક્કાની મંત્રણાઓના સમાધાન અંગે સદસ્યોના વિભિન્ન વિચાર સામે આવ્યા છે.
આ પ્રકારથી, ભારતે એક ખૂબ મહત્વપૂર્ણ વિષય અંગે મંત્રીસ્તરીય નિર્ણયના સંબંધમાં મંત્રણા કરવામાં આવી જેમાં એનો સ્વીકાર કરવામાં આવ્યો કે વિકાસશીલ દેશોને દોહા અધિદેશમાં સમાવેશ એક કૃષિ વિશેષ સુરક્ષા તંત્ર (એસએસએમ)ના સાધનનો અધિકાર હશે. સદસ્ય વિશેષ સત્રમાં કૃષિ પર સમિતિના સમર્પિત સત્રોમાં તંત્ર માટે મંત્રણા ચાલુ રાખશે. વિશ્વ વેપાર સંગઠન દ્વારા પરિષદે આ મંત્રણાઓની પ્રગતિની નિયમિત સમીક્ષાનો અધિદેશ આપ્યો છે.
સદસ્યોએ વિકાસશીલ દેશોના કૃષિ પદાર્થો માટે વિપણન સબસિડી અને પરિવહન માટે દીર્ઘાવધિ અવધિ જેવી બાબતોથી સંબંધિત કૃષિ નિર્યાત સબસિડીને સમાપ્ત કરવા અંગે સહમતિ સાધી હતી. એક અન્ય મંત્રીસ્તરીય નિર્ણયમાં ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રમાં પેટેન્ટની એવરગ્રીનીંગને રોકવા માટે ઉપયુક્ત જોગવાઈને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ હતો. આ નિર્ણયથી જૈનરિક ઓષધિઓની સુલભ આપૂર્તિની સાથે સાથે તેને વહનીય બનાવવામાં પણ મદદ મળી શકશે. સ્પષ્ટતાની કમીને કારણે ભારત તરફથી ઘણા અન્યો દેશોએ પણ આ મુદ્દે આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. મંત્રણા દરમ્યાન આ ક્ષેત્ર પર કોઇ નિર્ણય થઇ શક્યો નથી. વિકસિત અને વિકાસશીલ દેશોના 53 ડબલ્યૂટીઓ સદસ્યોના એક સમૂહે 201 સૂચના પ્રાદ્યોગિકી ઉત્પાદનો પર પ્રશુલ્કોને સમાપ્ત કરવા માટે તેના અમલીકરણ કરવા હેતુ એક સમય અવધિ પર સંમતિ દર્શાવી હતી.
UM/AP/J.Khunt/DK