પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં કોઈમ્બતુરમાં પંકજા મિલ્સ રોડ પર સ્થિત એર ઈન્ડિયાના ભૂખંડને બચાવવાને મંજૂરી અપાઈ ગઈ છે. આ ભૂખંડ 0.99 એકરનો છે અને તેને 19.81 કરોડ રૂપિયામાં વેચવાનો વિચાર કરાઈ રહ્યો છે.
પૃષ્ઠભૂમિઃ
એર ઈન્ડિયાએ કોઈમ્બતુરમાં પંકજા મિલ્સ રોડ પર સ્થિત એર ઈન્ડિયાના લગભગ એક એકરના ભૂખંડને નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ (એનબીસીસી)ને 19.81 કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. આ વેચાણ પ્રક્રિયા ઈ-ટેન્ડરના માધ્યમથી મેસર્સ મેટલ એન્ડ સ્ક્રૈપ ટ્રેડિંગ કોર્પોરેશન (એમએસટીસી) દ્વારા શરૂ થઈ.
જો કે એર ઈન્ડિયા કેટલાય વર્ષોથી ખોટમાં જઈ રહી છે. આના લીધે સરકારે નિર્ણય કર્યો છે કે આના બિન-કર રાજસ્વ કરમાં વધારો કરવા માટે તેના ઉપયોગમાં ન આવનારી અચલ સંપત્તિઓના વેચાણ, ભાડા અને સંયુક્ત ઉપક્રમ દ્વારા પૈસા ભેગા કરાશે. આ પ્રયાસ અંતર્ગત આ ભૂખંડ એનબીસીસીને વેચવામાં આવી રહ્યો છે.
J.Khunt/GP