Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોરિયાના પ્રમુખ કાર્યકારી અધિકારીઓએ (સીઈઓ) પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

કોરિયાના પ્રમુખ કાર્યકારી અધિકારીઓએ (સીઈઓ) પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


કોરિયા ગણરાજ્યના પ્રમુખ કાર્યકારી અધિકારીઓએ (સીઈઓ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ અધિકારી હમણાં ભારત-કોરિયા વ્યાપાર સંમેલનમાં સામેલ થવા માટે નવી દિલ્હીમાં છે.

અધિકારીઓએ બંને દેશોની વચ્ચે વ્યવસાયિક સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કોરિયાઈ ઉદ્યોગની નૈતિકતા અને વ્યવસાયિકતાની પ્રશંસા કરી, જેના કારણે કોરિયાઈ બ્રાન્ડ ભારતમાં લોકપ્રિય બની.

પ્રધાનમંત્રીએ કોરિયાઈ કંપનીઓને ભારત અને ‘મેક ઈન ઈન્ડિયા’માં રોકાણ વધારવા કહ્યું. તેમણે સૂચન કર્યું કે પ્રમુખ કોરિયાઈ કંપનીઓ કોરિયામાં રોકાણની જેમ જ ભારતના કોઈ ક્ષેત્રમાં સમૂહ તરીકે રોકાણ કરવાની યોજના બનાઈ શકે છે.

UM/AP/J.KHUNT/GP