પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ) અને કોર્પોરેટ બાબતોની ભારતીય સંસ્થાન (આઈઆઈસીએ) દ્વારા વિદેશો- વિદેશી સંગઠનોની સાથે કરવામાં આવેલા વિભિન્ન એમઓયુ (સમજૂતિ પત્ર)ને પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.
ઉપરોક્ત એમઓયુ (સમજૂતિ પત્ર) નીચે જણાવેલ બાબતો અંગે થયેલ છેઃ
1 કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને નેધરલેન્ડના આર્થિક બાબતોના મંત્રાલય વચ્ચે,
2 ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ) અને રશિયન સંઘની સંધીય એકાધિકાર-રોધી સેવાની વચ્ચે,
3 સીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન પ્રતિસ્પર્ધા અને ગ્રાહક આયોગ વચ્ચે
4 સીસીઆઈ અને યુરોપીયન આયોગના પ્રતિસ્પર્ધા મહાનિદેશાલયની વચ્ચે
5 સીસીઆઈ અને પ્રતિસ્પર્ધા બ્યુરો, કેનેડાની વચ્ચે
6 કોર્પોરેટ બાબતોના ભારતીય સંસ્થાન (આઈઆઈસીએ) અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, અમેરિકાની વચ્ચે
7 આઈઆઈસીએ અને નિદેશકોના સંસ્થાન, લંડન, બ્રિટનની સાથે
8 આઈઆઈસીએ અને આંતરરાષ્ટ્રીય આર્થિક નિગમ વચ્ચે.
ઉપરોક્ત એમઓયુ પર હસ્તાક્ષર થયાના ફળસ્વરુપ સંબંધિત સંગઠનની સાથે જ્ઞાન અને માહિતીઓનાં આદાન-પ્રદાન, તકનીકી સહયોગ, અનુભવોની વહેંચણી, પ્રવર્તન સંબંધી સહયોગ વગેરેના માર્ગ અમલમાં આવશે. તેમાં અન્ય વાતોની ઉપરાંત અનેક ક્ષેત્રનો સમાવેશ થાય છે. કોર્પોરેટ વિનિયમન, લેખા અને કંપની સચિવના વ્યવસાયવાળા ક્ષેત્રોમાં કોર્પોરેટ ગવર્નન્સ અને કોર્પોરેટ સામાજીક ફરજ (સીએસઆર) તેમાં સામેલ છે જેનાથી જવાબ આપનારા વ્યવસાયિક પદ્ધતિઓ, કોર્પોરેટ ખુલાસા અને રીપોર્ટીંગ વગેરે સંભવ છે.
કોર્પોરેટ ગવર્નન્સ અને કોર્પોરેટ સામાજીક ફરજ (સીએસઆર) પર રચાયેલ એક દ્વિપક્ષીય કાર્યદળ દ્વારા ઉપરોક્ત એમઓયુના અમલ પર નજર રાખવામાં આવશે.
UM/AP/J.KHUNT/GP