પીએમઇન્ડિયા
રાજ્યપાલ શ્રીમાન આર એન રવિજી, કેન્દ્રમાં મારા સહયોગી શાંતનુ ઠાકુરજી, સુકાન્તા મજૂમદારજી, પશ્ચિમ બંગાળના નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,
આજે કોલકાતાની ધરતી પરથી પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારતના વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. રોડ, રેલવે અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આનાથી જોડાયેલી 18 હજાર કરોડ રૂપિયાથી વધુ, 18 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારતને નવી રફ્તાર આપશે, આનાથી વ્યાપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, લાખો લોકોનું જીવન સરળ બનશે, તેમને નવી તકો મળશે, ખડગપુર-મોરેગ્રામ એક્સપ્રેસવે પૂરો થવાથી પશ્ચિમ બંગાળના અનેક હિસ્સાઓમાં આર્થિક પ્રવૃત્તિઓ તેજ થશે. દુબરાજપુર બાયપાસ, કાંગ્સાવતી, શીલાવતી નદીઓ પર બનનારા મોટા પુલ અને આનાથી પણ કનેક્ટિવિટી બહેતર થશે. હું આ પરિયોજનાઓ માટે પશ્ચિમ બંગાળ સહિત પૂરા પૂર્વી ભારતના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આજે દેશમાં રેલવેને આધુનિક બનાવવાનું તેજ અભિયાન ચાલી રહ્યું છે. અમારો એ સંકલ્પ છે કે પશ્ચિમ બંગાળ આ અભિયાનમાં પાછળ ન રહે! એટલા માટે, કેન્દ્ર સરકાર, પશ્ચિમ બંગાળના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ તેજ વિસ્તાર કરવા માટે પ્રયાસ કરી રહી છે. આજે કલાઈકુંડા અને કાનિમહુલી સેક્શનમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ પ્રણાલીને પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આનાથી વ્યસ્ત રેલ માર્ગની ક્ષમતા વધશે, યાત્રા સુરક્ષિત થશે, સાથે જ, મુસાફરો માટે સ્પીડ અને સુવિધા પણ વધશે.
સાથીઓ, આજે કામાખ્યા ગુડી, અનારા, તમલુક, હલ્દિયા, બરાભૂમ અને સિઉડી, આ છ સ્ટેશનોનું અમૃત સ્ટેશન તરીકે ઉદ્ઘાટન થયું છે. આપણા બંગાળની મહાન સંસ્કૃતિની ઝલક હવે આ સ્ટેશનો પર વધુ નિખરીને આવી રહી છે. હજુ અહીં ઘણા અન્ય સ્ટેશનોનું પણ પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. પુરુલિયા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવાની પણ લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ટ્રેન સેવાનો લાભ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના લોકોને પણ મળશે.
સાથીઓ, રોડ અને રેલ કનેક્ટિવિટી જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ અહમ ભૂમિકા પોર્ટ અને વોટર ટ્રાન્સપોર્ટ પણ નિભાવે છે. દાયકાઓ સુધી, પૂર્વી ભારતના આ સામર્થ્યની મોટી ઉપેક્ષા થઈ છે. પરંતુ, આજે વોટરવેઝ વ્યાપાર અને ઔદ્યોગિક પ્રગતિના નવા રસ્તા ખોલી રહ્યા છે. આ જ દિશામાં, આજે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અહમ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું. કોલકાતા અને હલ્દિયા જેવા બંદરો લાંબા સમયથી પૂર્વી ભારતમાં વ્યાપારના પ્રમુખ કેન્દ્ર રહ્યા છે. હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ, આનું મશીનીકરણ થઈ રહ્યું છે. આનાથી કાર્ગો ઓપરેશન વધુ તેજ થશે, બંદરની ક્ષમતા વધશે અને વ્યાપાર માટે નવી સુવિધાઓ તૈયાર થશે. કોલકાતા ડોક સિસ્ટમમાં બાસ્કુલ બ્રિજનું રિનોવેશન પણ કરવામાં આવી રહ્યું છે. ખિદિરપુર ડોકમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા પર પણ અમારો ભાર છે. આ તમામ પરિયોજનાઓથી પૂર્વી ભારતની લોજિસ્ટિક સિસ્ટમ વધુ મજબૂત થશે.
સાથીઓ, રોડ, રેલ અને પોર્ટથી જોડાયેલી નવી-નવી પરિયોજનાઓ, આ પશ્ચિમ બંગાળના આધુનિક ભવિષ્ય માટે નવો રસ્તો ખોલી રહી છે. આનો ફાયદો ખેડૂત, વ્યાપારી, ઉદ્યમી, સ્ટુડન્ટ્સ, હર કોઈને મળશે. પર્યટન જેવા સેક્ટર્સમાં પણ નવી તકો પેદા થશે. સ્થાનિક ઉદ્યોગ અને સેવાઓને ગતિ મળશે. અમારો સંકલ્પ છે, બંગાળે હંમેશા જે રીતે ભારતને દિશા બતાવી છે, બંગાળ એકવાર ફરી ‘વિકસિત બંગાળ’ બનીને તે ગૌરવ હાંસલ કરે. મને પૂરો વિશ્વાસ છે, મજબૂત કનેક્ટિવિટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ વિકસિત બંગાળનો પાયો બનશે. આ જ કામના સાથે, હું એકવાર ફરી આપ સૌને આ વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હવે આ સરકારી કાર્યક્રમ પૂરો થતા જ હું જરા ખુલ્લા મેદાનમાં જઈશ, ત્યાં આખું બંગાળ આજે ભેગું થયું છે, મને પૂરા બંગાળના દર્શન થવાના છે અને ઘણી મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા બંગાળની જનતા જનાર્દનની વચ્ચે કરીશ. આ કાર્યક્રમમાં આટલું ઘણું છે.
ખૂબ-ખૂબ ધન્યવાદ! ખૂબ-ખૂબ શુભકામનાઓ!
SM/IJ/JD
Speaking at the launch of development works in Kolkata. These initiatives will boost connectivity and improve the quality of life for people.
— Narendra Modi (@narendramodi) March 14, 2026
https://t.co/yMphItf5By
आज देश में रेलवे को आधुनिक बनाने का तेज अभियान चल रहा है।
— PMO India (@PMOIndia) March 14, 2026
हमारा ये संकल्प है कि पश्चिम बंगाल इस अभियान में पीछे न रहे।
इसीलिए, केंद्र सरकार, पश्चिम बंगाल के रेलवे इंफ्रास्ट्रक्चर का भी तेजी से विस्तार कर रही है: PM @narendramodi
कोलकाता और हल्दिया जैसे बंदरगाह लंबे समय से पूर्वी भारत में व्यापार के प्रमुख केंद्र रहे हैं।
— PMO India (@PMOIndia) March 14, 2026
हल्दिया डॉक कॉम्प्लेक्स का मशीनीकरण हो रहा है।
इससे कार्गो ऑपरेशन और तेज होगा, बंदरगाह की क्षमता बढ़ेगी और व्यापार के लिए नई सुविधा मिलेगी: PM @narendramodi